Ind Vs Aus Final: આ અમ્પાયરો ટીમ ઈન્ડિયા માટે ‘અનલકી’ રહ્યા છે… હવે શું ભારત ફાઇનલમાં ‘રિવાજ’ બદલી શકશે?

By: nationgujarat
17 Nov, 2023

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 હવે તેના અંતિમ રાઉન્ડમાં પહોંચી ગયો છે. આ વર્લ્ડકપની ફાઇનલ મેચ 19 નવેમ્બર (રવિવાર)ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે. હવે આ ફાઈનલ મેચ માટે અમ્પાયર અને મેચ રેફરીના નામ પણ સામે આવ્યા છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ મેચમાં રિચર્ડ ઇલિંગવર્થ (ઇંગ્લેન્ડ) અને રિચર્ડ કેટલબોરો (ઇંગ્લેન્ડ) ફિલ્ડ અમ્પાયરની ભૂમિકા ભજવશે. થર્ડ અમ્પાયરિંગની જવાબદારી વેસ્ટ ઈન્ડિઝના જોએલ વિલ્સનને સોંપવામાં આવી છે. જ્યારે ક્રિસ ગેફની (ન્યુઝીલેન્ડ) ચોથા અમ્પાયર તરીકે રહેશે. મેચ રેફરી ઝિમ્બાબ્વેના એન્ડી પાયક્રોફ્ટ હશે.

ફાઈનલ મેચમાં રિચર્ડ કેટલબરોની અમ્પાયરિંગ ભારતીય ચાહકો માટે થોડી ચિંતાનો વિષય છે. છેલ્લી કેટલીક ICC ઇવેન્ટ્સમાં, જ્યારે તે ભારતની મેચોમાં અમ્પાયર પણ બની ચૂક્યો છે, ત્યારે ટીમ ઇન્ડિયા સાથે કંઈક અનિચ્છનિ  બન્યું છે. કેટલબરો વર્લ્ડ કપ (2019) સેમિફાઇનલ અને T-20 વર્લ્ડ કપ (2021) ન્યૂઝીલેન્ડ સામેની મેચોમાં ઓન-ફીલ્ડ અમ્પાયર હતા. બંને મેચમાં ભારતનો પરાજય થયો હતો.

આ વર્ષે રિચર્ડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ત્રીજા અમ્પાયરની ભૂમિકા પણ ભજવી હતી. આ સાથે રિચર્ડ કેટલબરો 2014 T-20 વર્લ્ડ કપ, 2015 ODI વર્લ્ડ કપ, 2016 T-20 વર્લ્ડ કપ, 2016 અને 2017 ચેમ્પિયન્સ ટ્રોફીની નોકઆઉટ મેચોમાં ભારત માટે કમનસીબ રહ્યા હતા. 50 વર્ષીય કેટલબોરો અમ્પાયર બનતા પહેલા ક્રિકેટ પણ રમી ચૂક્યા છે. કેટલબરોએ 33 ફર્સ્ટ-ક્લાસ અને 21 લિસ્ટ-એ મેચોમાં કુલ 1448 રન બનાવ્યા.

ભારત-ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાં જ્યારે ભારત જીત્યું ત્યારે રિચર્ડ ઇલિંગવર્થ પણ અમ્પાયર હતા. રિચર્ડ ઇલિંગવર્થ ભૂતપૂર્વ ક્રિકેટર પણ રહી ચૂક્યા છે.60 વર્ષના રિચર્ડ ઇલિંગવર્થે ઇંગ્લેન્ડ માટે 9 ટેસ્ટ અને 25 વનડે મેચ રમી હતી. આ દરમિયાન તેણે 49 વિકેટ ઝડપી હતી. 1992ના વર્લ્ડ કપમાં પણ ઈંગ્લિશ ટીમના ખિલાડી  હતા

ભારતીય ટીમ ચોથી વખત ફાઇનલમાં પહોંચી છે. વર્તમાન વર્લ્ડ કપમાં ભારતે અત્યાર સુધીની તમામ 10 મેચ જીતી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી તેની 10 મેચમાંથી 8માં જીત મેળવી છે. ભારતીય ટીમે પ્રથમ સેમિફાઇનલ રમી હતી, જેમાં તેણે છેલ્લી ઉપવિજેતા ન્યુઝીલેન્ડને 70 રનના માર્જીનથી હરાવ્યું હતું. જ્યારે કાંગારુ ટીમે બીજી સેમીફાઈનલમાં ચોકર્સ તરીકે ઓળખાતી દક્ષિણ આફ્રિકાને 3 વિકેટે હરાવી હતી.

હવે ઓસ્ટ્રેલિયન ટીમ 8મી વખત ફાઈનલ રમશે. અત્યાર સુધી તેણે 7માંથી સૌથી વધુ 5 વખત ટાઇટલ જીત્યું છે. તેને 1975માં વેસ્ટ ઈન્ડિઝ સામે અને 1996માં શ્રીલંકા સામે બે વખત હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાએ 1987, 1999, 2003, 2007 અને 2015માં સૌથી વધુ 5 વખત ખિતાબ જીત્યો છે. તેણે 1999 થી 2007 સુધી સતત ત્રણ વખત આ ખિતાબ જીત્યો..


Related Posts

Load more