ટોસ જીત્યુ શ્રીલંકા
ટૂર્નામેન્ટની 33મી મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા ઈચ્છશે. આ સાથે જ શ્રીલંકા પોતાની આશા જીવંત રાખવાનો પ્રયાસ કરશે. આ મેચમાં ભારતનો દબદબો જોવા મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ તેની તમામ છ મેચ જીતી છે. જ્યારે શ્રીલંકાએ 6 મેચમાંથી માત્ર બે જ જીત મેળવી છે. ટોસ જીત્યુ શ્રીલંકા અને બોલીગ કરવાનો નીર્ણય કર્યો છે ભારતની પહેલી બેટીંગ આવી છે. શ્રીલંકાની ટીમમાં એક બદલાવ અને ભારતની ટીમમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
વિશ્વકપમાં ભારત અને લંકા સામે 9 મેચ રમાઇ છે જેમાં 4 ભારત અને 4 શ્રીલંકા જીત્યુ છે. આજે ભારત મેચ જીતશે તો સેમિફાઇનલ ટીકિટ કન્ફર્મ છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની ODIમાં હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 167 મેચ રમાઈ છે જેમાંથી ભારતે 98માં જીત મેળવી છે જ્યારે શ્રીલંકા 57 મેચ જીતવામાં સફળ રહી છે. વર્લ્ડ કપમાં બંને ટીમો 9 વખત સામસામે આવી ચુકી છે.
ભારતમા વિશ્વકપમાં સૌથી સફળ બોલર મોહમદ શમી છે . ઝહિર ખાન અને શ્રીનાથ પછી સફળ બોલર રહ્યો છે શમી. અને આ મેચમાં 5 વિકેટ લેશે તો સૌથી સફળ બોલરમાં પહેલાસ સ્થાને પહોંંચી જશે.