IND vs ENG: શું વિરાટ કોહલી 6 બોલર તરીકે બોલીંગ કરશે ?

By: nationgujarat
26 Oct, 2023

ODI વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાની આગામી મેચ ઈંગ્લેન્ડ સાથે રવિવાર, 29 ઓક્ટોબરે લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં થશે. મેચ પહેલા ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી નેટ્સની અંદર બોલિંગમાં હાથ અજમાવતો જોવા મળ્યો હતો. કોહલીની બોલિંગ પ્રેક્ટિસનો અર્થ એવો પણ થઈ શકે છે કે તે ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમ માટે છઠ્ઠા બોલરની ભૂમિકા ભજવી શકે છે કારણ કે ટીમમાં છઠ્ઠા બોલરની ભૂમિકા ભજવી રહેલો હાર્દિક પંડ્યા ઈજાને કારણે બહાર છે.

બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામેની આગામી મેચમાં માત્ર પાંચ બોલરો સાથે મેદાનમાં ઉતરી શકી હતી. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડ સામેની આગામી મેચમાં કોહલી પાર્ટ-ટાઈમર તરીકે થોડી ઓવર નાંખી શકે છે. બાંગ્લાદેશ સામે બોલિંગ કરતી વખતે હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો અને તેની ઓવરમાં ત્રણ બોલ બાકી હતા, જે વિરાટ કોહલીએ તેની ઓવર પૂરી કરવા માટે ફેંકી હતી. જ્યારે નેટ્સમાં કોહલીએ શુભમન ગિલને બોલ્ડ કર્યો હતો.

ટીમ ઈન્ડિયા ત્રણ સ્પિનરો સાથે જઈ શકે છે

લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રોહિત બ્રિગેડ ત્રણ સ્પિનરો સાથે જોવા મળી શકે છે કારણ કે પિચ સ્પિનરોને ઘણી મદદ પૂરી પાડે છે. જોકે, પિચ જોયા બાદ જ કેપ્ટન રોહિત શર્મા નક્કી કરી શકશે કે તે ત્રણ સ્પિનરો સાથે જશે કે ત્રણ પેસર. પરંતુ એવું લાગે છે કે ટીમ ઈન્ડિયા માત્ર 3 સ્પિનરો સાથે લખનૌના મેદાનમાં ઉતરશે.

ત્રણ સ્પિનરો સાથે રોહિત બિગાર્ડની ફિલ્ડિંગનો અર્થ એ થશે કે એક  ફાસ્ટ બોલરને બહાર કરવામાં આવશે અને આ બોલર મોહમ્મદ સિરાજ હોઈ શકે છે. સિરાજ અત્યાર સુધીની પાંચેય મેચમાં ટીમનો ભાગ રહ્યો છે, પરંતુ આગામી મેચમાં સ્પિનર ​​આર અશ્વિન સ્થાન પાક્કુ લાગી રહ્યુ છે.

ઈંગ્લેન્ડ સામે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, આર અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી.


Related Posts

Load more