WORLD CUP 2023 – AUS VS NED – મેક્સવેલની તોફાની બેટીંગ 40 બોલમાં 100 રન ફટકાર્યા

By: nationgujarat
25 Oct, 2023

પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમ હાલમાં આ વર્લ્ડ કપમાં સારી સ્થિતિમાં નથી. કોઈપણ મલ્ટી-ટીમ ટુર્નામેન્ટમાં, ઑસ્ટ્રેલિયન ટીમ, જે સામાન્ય રીતે શરૂઆતથી જ વિરોધી ટીમોના પડકારોનો નાશ કરીને આગલા રાઉન્ડમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવામાં પ્રથમ હોય છે, તે આ વખતે પોઈન્ટ ટેબલમાં બેમાંથી બે હાર્યા બાદ અટવાઈ ગઈ છે. પ્રથમ ચાર મેચ.. આજે તે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં નેધરલેન્ડ સામે મેચ રામાઇ રહી છે જેમાં ઓસ્ટ્રલિયાના ગ્લેન મેક્સવેલે 40 બોલમાં 100 રન ફટકાર્યા છે. મેચમાં સૌથી મોટી ભાગીદારી સ્મિથ અને વોર્નરની રહી જેમણે 132 રન કર્યા વોર્નરે 93 બોલમાં 104 રન કર્યા તો મેકસવેલે મેકસ ઇનીગી રમી દર્શોકોને મોજ પાડી

મેક્સવેલે ફકત 40 બોલમાં 100 રન કર્યા અને 44 બોલમાં 106 રન આઉટ થયો મેક્સવેલે 8 સિકસ અને 9 ફોર મારી કુલ મેચમાં ઓસ્ટ્રલીયાએ 15 સિક્સ ફટકારી ઓસ્ટ્રલીયાએ નેધરલેન્ડને 400 રનનો વિશાળ સ્કોર ચેઝ કરવા આપ્યો છે ઓસ્ટ્રીલીયા 50 ઓવરમાં 399 રન 8 વિકેટ કર્યા છે.

Fall of wickets: 1-28 (Mitchell Marsh, 3.5 ov), 2-160 (Steven Smith, 23.3 ov), 3-244 (Marnus Labuschagne, 36.1 ov), 4-266 (Josh Inglis, 38.6 ov), 5-267 (David Warner, 39.1 ov), 6-290 (Cameron Green, 42.2 ov), 7-393 (Glenn Maxwell, 49.3 ov), 8-393 (Mitchell Starc, 49.4 ov)

 

મેક્સવેલે વિશ્વકપમાં સૌથી ઝડપી સદી કરનાર બેટર

40 બોલ  ગ્લેન મેક્સવેલ 2023

49 બોલ  એડન માર્કરામ 2023

50 બોલ  કેવિન ઓબ્રાયન 2011

51 બોલ  ગ્લેન મેક્સવેલ 2015

52 બોલ  એબી ડિવિલિયર્સ 2015


Related Posts