હું મહિલા અનામત બિલના સમર્થનમાં છું, મારા પતિનું સ્વપ્ન પૂરુ થયુ : સોનિયા ગાંધી

By: nationgujarat
20 Sep, 2023

આજે બુધવારે સંસદના વિશેષ સત્રનો ત્રીજો દિવસ છે. બંને ગૃહોની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. સવારે 11 વાગ્યાથી લોકસભામાં મહિલા આરક્ષણ બિલ (નારી શક્તિ વંદન બિલ) પર 7 કલાક ચર્ચા શરૂ ગઈ છે. કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલ બિલ અંગે ગૃહને માહિતી આપી રહ્યા છે. તે પછી કોંગ્રેસ વતી સોનિયા ગાંધીએ પોતાના વિચારો રજુ કર્યા.

સોનિયાએ કહ્યું કે મારા પતિ રાજીવ ગાંધી મહિલા આરક્ષણ માટે બિલ લાવ્યા હતા. તે સમયે તે લાગુ થયું નહોતું. તેમણે વધુમાં કહ્યું કે, ભારતીય મહિલાઓ પાસે દરિયા જેટલી ધીરજ. સ્ત્રીઓએ હંમેશાં ત્યાગ જ આપ્યો છે. આ બિલને લાગુ કરવામાં મોડું થવું જોઈએ નહીં. હું મહિલા અનામત બિલના સમર્થનમાં છું. આ પહેલા જાતિ ગણતરી કરાવીને OBC મહિલાઓને અનામત આપવી જોઈએ.

DMKએ ભાજપ પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો
DMK સાંસદ કનિમોઝીએ કહ્યું, મહિલા આરક્ષણ બિલ વિશે બોલતા મને આનંદ થાય છે. અમને લાગતું હતું કે અમે બધા એકબીજાને ટેકો આપીને અને સાથે ઊભા રહીને આ બિલ પસાર કરીશું. પરંતુ કમનસીબે, ભાજપે આને પણ રાજકીય તક તરીકે લીધી છે. મહિલા અનામત બિલ ભાજપનું ચૂંટણી વચન છે. તેમ છતાં ઘણા નેતાઓએ આ બિલ લાવવા અને તેને પાસ કરાવવાનો આગ્રહ રાખવો પડ્યો હતો.

TMCએ સમર્થન કર્યું
TMC સાંસદ કાકોલી ઘોષે કહ્યું કે અમે આ બિલને સમર્થન આપીએ છીએ. પશ્ચિમ બંગાળ દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં એક મહિલા મુખ્યમંત્રી છે. જ્યારે 16 રાજ્યોમાં ભાજપની સરકાર છે, છતાં એક પણ મહિલા મુખ્યમંત્રી નથી. TMC પાસે લોકસભામાં 40% મહિલા સાંસદ છે. મમતા બેનર્જી રાજ્યમાં મહિલાઓને આરોગ્ય, શિક્ષણ અને વહીવટી સેવાઓ વિશે સતત જાગૃત કરી રહી છે.

ચર્ચામાં નિશિકાંત દુબેના બોલવા પર કોંગ્રેસના સાંસદોમાં હોબાળો
સોનિયા ગાંધી બાદ બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ પોતાના વિચારો વ્યક્ત કર્યા. જો કે, જ્યારે તેઓ ઊભા થયા, ત્યારે કોંગ્રેસના સાંસદોએ હંગામો મચાવ્યો અને મહિલા સાંસદને ચર્ચાનો જવાબ આપવા માગ કરી. તેના પર અમિત શાહે પૂછ્યું કે શું પુરુષો મહિલાઓની ચિંતા ના કરી શકે. આ પછી નિશિકાંત દુબેએ પોતાના વિચારો રજૂ કર્યા. નિશિકાંત દુબેએ કહ્યું કે દેવઘર AIIMSમાં તેમની માંગણી સ્વીકારવામાં આવી છે, અને તેમણે તેમને ફોન કરીને કહ્યું છે કે જો સરકાર તેમને આ બિલ પર ચર્ચા કરવાની તક આપે છે, તો તેમણે ચોક્કસપણે તેમના વિચારો રજૂ કરવા જોઈએ.

નિશિકાંત દુબેએ કહ્યું, જો અમે બિલ લાવીશું તો કોંગ્રેસને મુશ્કેલીનો સામનો કરવો પડશે. કોંગ્રેસે આ અનામત બિલની લોલીપોપ જાળવી રાખી હતી. મહિલાઓને અધિકારો મળતા રહેશે. કોંગ્રેસે પોતાની સરકારમાં અનામત કેમ ન આપી? મને લાગ્યું કે જો સોનિયા ગાંધી બોલી રહ્યા છે તો તેઓ રાજકારણથી ઉપર બોલશે. હું તેમને માન આપું છું. આ બિલને લઈને સૌથી વધુ અવાજ ઉઠાવનારાઓમાં પશ્ચિમ બંગાળના ગીતા મુખર્જી અને સુષ્મા સ્વરાજ છે. પરંતુ સોનિયાજીએ તેમનો એક વખત પણ ઉલ્લેખ કર્યો નથી.

નિશિકાંત દુબેએ કહ્યું, જે ગોલ કરે છે તે તેના નામથી ઓળખાય છે. આ બિલ પીએમ મોદી લાવ્યા છે, તેથી તેને તેમનું લક્ષ્ય માનવામાં આવશે. કોંગ્રેસ આનો શ્રેય લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.


Related Posts