બીગ બોસ આજકાલ સૌથી વધુ જોવાતો શો બની ગયો છે તેમાં બોલીવુડના સ્ટાર સલમાન ખાનનો મહત્વનો રોલ રહ્યો છે. એમ કહી શકાય કે બીગ બોસ શોમાં ટીઆરપી લાવવામાં સલમાન ખાનની ભૂમિકા વધુ છે. સલમાન ખાન બીગ બોસનો સિમ્બોલ તરીકે હવે ઓળખાય છે. સલમાન ખાનાના ચાહકોના કારણે પણ બીગ બોસ વધુ જોવાતુ. બીગ બોસમાં સલમાનની મહેનત પછી હવે સમાચાર આવી રહ્યા છે કે સલમાન ખાન બીગ બોસ શો છોડી રહ્યો છે.
હાલમાજ, વિકેન્ડ કા વાર એપિસોડમાંથી સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં સલમાન હાથમાં સિગારેટ લઈને શો હોસ્ટ કરતો જોવા મળ્યો હતો. બિગ બોસના સ્ટેજ પર સલમાનને સિગારેટ પીતા જોઈને ઘણા લોકોએ દબંગ ખાનને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. વાયરલ વીડિયોના આગામી વીકેન્ડ કા વાર એપિસોડમાં સલમાન ખાન શોમાં જોવા મળ્યો નહોતો. તેણે વીકેન્ડ કા વાર એપિસોડ હોસ્ટ કર્યો ન હતો. કૃષ્ણા અભિષેક અને ભારતી સિંહે શોમાં સલમાનની ઉણપ પૂરી કરી.
સલમાનખાનને શોમાં ન દેખાતા સોશિયલ મીડિયામાં એવી વાત વહેતી થઇ છે કે, સલમાને બીગ બોસ શો છોડી દીધો છે. એક યુસરે દાવો કર્યો છે કે બીગ બોસ ની ક્રિએટર ટીમથી સલમાન નારાજ છે. પરંતુ સલમાન ખાન શો છોડી રહ્યા છે તેમાં તથ્ય નથી. દર વખતે સોશિયલ મીડિયામાં સમાચાર વાયરલ થતા રહે છે કે સલમાન ખાન બીગ બોસ છોડી રહ્યા છે અને અંતે તેઓ શોને હોસ્ટ કરે છે. આ એક શોને હાઇપ અપવાની સ્ટ્રેટર્જી હોઇ શકે છે.
સલમાન ખાને શો વિશે કહ્યુ છે કે બીગ બોસ શો મારા દિલની નજીક છે. હું ધણા વર્ષોથી શો ને હોસ્ટ કરી રહ્યો છું. જણાવી દઈએ કે સલમાન ખાન છેલ્લા 13 વર્ષથી બિગ બોસનો ચહેરો છે. તે શોની ઓળખ બની ગઈ છે. ચાહકો માટે બિગ બોસ એટલે સલમાન ખાન. બિગ બોસને અત્યાર સુધી બોલિવૂડની ઘણી મોટી હસ્તીઓ હોસ્ટ કરી ચૂકી છે, જેમાં અરશદ વારસી, શિલ્પા શેટ્ટી, અમિતાભ બચ્ચન, સંજય દત્ત, કરણ જોહરના નામ સામેલ છે. પરંતુ જો આપણે ઈતિહાસના પાના પર નજર કરીએ તો સ્પષ્ટ થશે કે આ શોને વાસ્તવિક ઓળખ ત્યારે જ મળી જ્યારે સલમાન ખાને આ શોનું હોસ્ટિંગ સંભાળ્યું.
સલમાન ખાનની ઓરા, તેની સ્ટાઇલ , સ્પર્ધકોને મનાવવાની તેની રીત હંમેશા ફેન્સનું દિલ જીતી લે છે. સ્પર્ધકોને તેમની ભૂલો શીખવવાની સાથે, સલમાન તેમની સાથે મસ્તી કરવાની કોઈ તક છોડતો નથી. આ જ કારણ છે કે આજે બિગ બોસ ભારતનો નંબર વન શો બની ગયો છે.