ભારત-વેસ્ટઈન્ડિઝ- ભારતે વિન્ડીઝને 166 રનનો ટાર્ગેટ આપ્યો:

By: nationgujarat
13 Aug, 2023

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે T20 શ્રેણીની પાંચમી અને નિર્ણાયક મેચ આજે અમેરિકાના ફ્લોરિડા શહેરના લોડરહિલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. જેમાં ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઈન્ડિયા તરફથી અક્ષર પટેલ અને યુઝવેન્દ્ર ચહલ ક્રિઝ પર છે. હાલ વરસાદના કારણે મેચ ફરી અટકી છે.

સૂર્યાએ તેની કારકિર્દીની 15મી T20 ફિફ્ટી પૂરી કરી છે.

અકીલ હોસેને પહેલી જ ઓવરમાં જયસ્વાલને આઉટ કર્યો હતો. તો તેણે આ પછી શુભમન ગિલને LBW આઉટ કર્યો હતો. રોસ્ટન ચેઝે શાનદાર ડાઇવ મારીને કેચ કર્યો હતો અને તિલકને આઉટ કર્યો હતો. સંજુ સેમસન 13 રન બનાવીને આઉટ થયો હતો. તેને રોમારિયો શેફર્ડે આઉટ કર્યો હતો.

જો કે અંતિમ ટી 20 મેચમાં ભારતના બેટર કઇ ખાસ પ્રદર્શન નથી કરી શકયા સુર્યાકુમારે ભલે 62 રન કર્યા પણ તેમાં એક જીવંતદાન સામેલ છે અને છેલ્લા 15 બોલે ટીમને જરૂર હતી ત્યારે બોગસ સોટ પર આઉટ થયો તો અક્ષરે છેલ્લી ઓવરમાં સારી સમજદારી સાથે બેટીગ કરી ચહલને સ્ટ્રાઇક  ન આપી પોતે  સ્માર્ટલી એક ચોકો અને સીક્સ મેળવી ટીમને 150 ના સન્માન જનક સ્કોર પર લઇ ગયો


Related Posts