ભાજપ માટે અતિ મહત્વની બંગાળ ચૂંટણી છે. બંગાળ વિધાનસભા અમિત શાહ કે જે ભાજપના ચાણક્ય છે ચૂંટણી જીતવમાટે સટિક વ્યુહ રચના ઘડવા માટે મોખરે છે તેવા અમિત શાહ માટે આ વખતે બંગાળમાં કમળ ખિલવવું તે મહત્વનું છે. બંગાળમાં વિધાનસભા ચૂંટણીને લઇ રાજકીય માહોલ ગેસની અછતમાં પણ ભડકે બળે છે. ચૂંટણીમાં સત્તાપક્ષ ટીએમસી અને વિપક્ષમાં રહેલી ભાજપ વચ્ચે ટક્કર ચાલી રહી છે. અમતિ શાહે મમતાબેનર્જીનવે ચૂંટણી સમયે લલકાર કર્યો છે.
અમિત શાહ નંદીગ્રામ થી જાહેર કરેલ ઉમેદવાર શુભેદુ અધિકારીના ઉમેદવારી પત્ર ભરવા જતા સમયે મુખ્યમંત્રી મમતા બેનર્જીને લલકાર ફેક્યો છે. અમિત શાહે કહ્યુ છે કે તેઓ આગામી 15 દિવસ સુધી હવે બંગાળમાં જ રહેવાના છે. ગુરુવારે બંગાળમાં કાર્યકર્તાઓને સંબોધતા અમતિ શાહ કહ્યુ હતું કે, શુભેદુ અધિકારીના ઉમેદવારી પત્ર ભરવા માટે હું આજે બંગાળ આવ્યો છું અને બંગાળમાં શુબેદુ અધિકારીની જીત પરિવર્તનનો પાયો નાખશે.
અમિત શાહે તેમના સંબોધનમાં મમતા બેનર્જી પર સિધો શાબ્દીક હુમલો કરતા જણાવ્યું કે, ગત વખતે મમતા દિદિ નંદિગ્રામથી હારી ગયા હતા. આ વખતે તેઓ ભવાનીપુરની સાથે સાથે બંગાળને ગુમાવી દેશે. બંગાળમાં શુંભેદુ અધિકારીની ઉમેદવારી પત્ર બંગાળમાં ટીએમસીના પતનની શરૂઆત થશે. બંગાળમાં આ વખતે જનતા મમતા બેનર્જીને સત્તા પરથી ઉખેડી ફેકશે.
અમિત શાહે વધુમાં કહ્યુ કે, મે બંગાળનો પ્રવાસ કર્યો છે. જ્યા જવ છું ત્યા મને એક જ અવાજ સાંભળવા મળે છે મમતાને બહાર કરી દો,સરકારને ઉખેડીફેકો અને મમતા બેનર્જીને બહાર કરો. બંગાળની જનતા મમતા અને ટીએમસીથી સખત હેરાન પરેશાન થઇ ગઇ છે. યુવાનો બેરોજગારીથી પરેશાન છે. રાજ્યમાં છાશવારે થતા બોમ્બ ધમાકાથી જનતા પરેશાન થઇ છે. ટીએમસીની સરકાર ઘુસણખોરીને પ્રોત્સાહન આપી રહી છે. ભાજપ સરકાર આવતા જ બંગાળમાં બેરોજગારી દુર કરીશું. વિકાસની નવી દિશા લાવીશુ જેથી બંગાળ તેની નવી ઓળખ મેળવી શકે
શું બંગાળમાં આ વખતે કમળ ખીલશે તમારુ મંતવ્ય કમેન્ટ કરી અમને જણાવજો.