વિશ્વકપમાં ભારતની સતત ચોથી જીત ,બાંગ્લાદેશની હાર

By: nationgujarat
19 Oct, 2023

વન-ડે વર્લ્ડ કપ 2023માં 17મી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં બાંગ્લાદેશે ભારતને 257 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઈન્ડિયા તરફથી વિરાટ કોહલી અને કેએલ રાહુલ ક્રિઝ પર છે. વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપની ત્રીજી ફિફ્ટી મારી છે. અને વન-ડે કરિયરની 69મી ફિફ્ટી પૂરી કરી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 વિકેટે 200 રનને પાર કરી ગયો છે.

ટીમ ઈન્ડિયાને પહેલો ઝટકો કેપ્ટન રોહિત શર્માના રૂપમાં પડ્યો છે. હસન મહેમુદે રોહિતને 48 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કર્યો હતો. મેહદી હસન મિરાઝે શુભમન ગિલને (53 રન) આઉટ કર્યો હતો. ગિલે તેના વન-ડે કરિયરની 10મી ફિફ્ટી ફટકારી હતી. શ્રેયસ અય્યરને મેહદી હસન મિરાઝે આઉટ કર્યો હતો.

આવી રીતે પડી ટીમ ઈન્ડિયાની વિકેટ…

પહેલી: 13મી ઓવરના ચોથા બોલે હસન મહેમુદે રોહિત શર્માને શોર્ટ પિચ બોલ નાખ્યો, જેને રોહિતે ડિપ બેકવર્ડ સ્ક્વેર લેગ પર છગ્ગો મારવા ગયો, પણ ત્યાં ઊભેલા તોહીદ હ્રિદોયે કેચ કરી લીધો હતો.

બીજી: 20મી ઓવરના બીજા બોલે મેહદી હસન મિરાઝે ગિલને ગુડ લેન્થમાં બોલ નાખ્યો, જેને ગિલે ડિપ મિડ વિકેટ સાઇડ શોટ માર્યો, પણ ત્યાં ઊભેલા મહમુદુલ્લાહ કેચ કર્યો હતો.

ત્રીજી: 30મી ઓવરના પહેલાં બોલે મેહદી હસન મિરાઝની બોલિંગમાં આગળ વધીને અય્યરે મિડ વિકેટ સાઇડ શોટ માર્યો, પણ બોલ હવામાં ઉંચો ગયો અને સરખું ટાઇમિંગ ના હોવાથી ત્યાં ઊભેલા મહમુદુલ્લાહ કેચ કરી લીધો હતો.

રોહિત-ગિલ વચ્ચે 88 રનની પાર્ટનરશિપ
ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર શરૂઆત કરી હતી. બન્ને વચ્ચે પહેલી વિકેટ માટે 88 રનની પાર્ટનરશિપ થઈ હતી. આ ભાગીદારી હસન મહેમુદે રોહિતને આઉટ કરીને તોડી હતી.

બાંગ્લાદેશની ઇનિંગ… ત્રણ ભારતીય બોલર્સે 2-2 વિકેટ લીધી

બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરતા નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 256 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી ત્રણ બોલર્સે 2-2 વિકેટ લીધી હતી. રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને 2-2 વિકેટ મળી હતી. જ્યારે શાર્દૂલ ઠાકુર અને કુલદીપ યાદવે 1-1 વિકેટ લીધી હતી. બાંગ્લાદેશ તરફથી સૌથી વધુ લિટન દાસે 66 રન બનાવ્યા હતા. જ્યારે તન્ઝીદ હસને 51 રન કર્યા હતા. અંતમાં મહમુદુલ્લાહે 46 રન બનાવ્યા હતા.


Related Posts

Load more