IND VS PAK – પાકિસ્તાન -191 રનમાં ઓલઆઉટ, દરેક બોલરોએ બે-બે વિકેટ લીધી શાર્દુલ સિવાય

By: nationgujarat
14 Oct, 2023

વન-ડે વર્લ્ડ કપ 2023ના લીગ તબક્કાની સૌથી મોટી મેચ એટલે કે ભારત-પાકિસ્તાન મેચ આજે રમાઈ રહી છે. જેમાં ભારતે ટૉસ જીતીને પહેલાં બોલિંગ લીધી છે. પાકિસ્તાન 191 રન પર ઓલઆઆઉટ થઇ ગઇ છે શાર્દુલ સિવાય દરેક બોલરે 2-2 વિકેટ લીધી છે.પાકિસ્તાન તરફથી રિઝવાન અને આઝમની સૌથી મોટી ભાગીદારી 82 રનની થઇ છે.  ત્યાર પછી ભારતીય બોલરે કોઇ પણ પાકિસ્તાની બેટરને મોટી ભાગીદારી કરવા દીધી નથી બોલીંગમાં ટીમનું મજબૂત પ્રદર્શન રહ્યુ છે. હવે બેટીંગ ભારતની છે 192 રનનો સ્કોર કેવી રીતે ચેઝ કરે છે તે જોવાનું છે.

Fall of wickets: 1-41 (Abdullah Shafique, 7.6 ov), 2-73 (Imam-ul-Haq, 12.3 ov), 3-155 (Babar Azam, 29.4 ov), 4-162 (Saud Shakeel, 32.2 ov), 5-166 (Iftikhar Ahmed, 32.6 ov), 6-168 (Mohammad Rizwan, 33.6 ov), 7-171 (Shadab Khan, 35.2 ov), 8-187 (Mohammad Nawaz, 39.6 ov), 9-187 (Hasan Ali, 40.1 ov), 10-191 (Haris Rauf, 42.5 ov)

પાકિસ્તાનને પહેલો ઝટકો સિરાજે અપાવ્યો હતો. તેણે અબ્દુલ્લાહ શફીકને LBW આઉટ કર્યો હતો. આ પછી હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગ કરી રહેલા ઈમામ ઉલ હકને આઉટ કર્યો હતો. ઈમામે 36 રન બનાવ્યા હતા. કેપ્ટન બાબર આઝમ 50 રન બનાવીને આઉટ થયો હતો. સિરાજે બીજી સફળતા મેળવતા તેને બોલ્ડ કર્યો હતો. કુલદીપે ટીમ ઈન્ડિયાને ચોથી સફળતા અપાવી હતી. તેણે સઉદ શકીલને આઉટ કર્યો હતો.

રિઝવાન DRS લઈને બચી ગયો
મોહમ્મદ રિઝવાન DRS લેવાને કારણે આઉટ થતા બચી ગયો હતો. રવીન્દ્ર જાડેજાએ 14મી ઓવરનો બીજો બોલ લેગ સ્ટમ્પ પર ફુલ લેન્થ પર ફેંક્યો, બોલ સીધો રિઝવાનના પેડ પર વાગ્યો. ભારતે અપીલ કરી અને અમ્પાયરે રિઝવાનને LBW જાહેર કર્યો. રિઝવાને DRS લીધો, રિપ્લેમાં દેખાતું હતું કે બોલ લેગ સ્ટમ્પથી બહાર રહ્યો હતો. આ કારણથી રિઝવાન નોટઆઉટ જાહેર થયો હતો.

આવી રીતે પડી પાકિસ્તાનની વિકેટ…

પહેલી: આઠમી ઓવરે સિરાજે ક્રોસ સિમ બોલ નાખ્યો, જેને શફલ થઈને અબ્દુલ્લાહ શફીક શોટ રમવા ગયો, પણ મિસ થઈ જતા તે LBW આઉટ થયો હતો.

બીજી: 13મી ઓવરના ત્રીજા બોલે હાર્દિકે ગુડ લેન્થ પર સીધો બોલ નાખ્યો, જેને ઈમામ ડ્રાઇવ રમવા ગયો, પણ એડ્જ વાગતા વિકેટકીપર કેએલ રાહુલે કેચ કર્યો હતો.

ત્રીજી: 30મી ઓવરના ચોથા બોલે સિરાજે ગુડ લેન્થ પર બોલ નાખ્યો, જેને બાબર થર્ડ મેન પર રન લેવા ગયો, પણ તેનાથી મિસ થઈ જતા સ્ટમ્પ પર ગયો અને બોલ્ડ થયો હતો.

ચોથી: 33મી ઓવરના ચોથા બોલે કુલદીપે સઉદ શકીલને લેગ સ્ટમ્પ પર બોલ નાખ્યો, જેને મિસ થઈ જતા તે LBW આઉટ થયો હતો.

પાંચમી: 33મી ઓવરે કુલદીપે લેગ સ્ટમ્પની બહાર નાખ્યો, જેને ઇફ્તિખાર અહેમદ સ્વિપ શોટ રમવા ગયો, પણ તેના બેટના ગ્રિપમાં અડીને તે બોલ્ડ થયો હતો.

છઠ્ઠી: 34મી ઓવરે જસપ્રીત બુમરાહે મોહમ્મદ રિઝવાનને ઑફ કટર નાખ્યો, જેને રિઝવાન રમી ન શક્યો અને તે બોલ્ડ થયો હતો.

સાતમી: 36મી ઓવરના બીજા બોલે બુમરાહે ઑફ સ્ટમ્પ ગુડ લેન્થ પર બોલ નાખ્યો, જેને શાદાબ ખાનથી મિસ થઈ જતા બોલ્ડ થયો હતો.

આઠમી: 40મી ઓવરે હાર્દિકે શોર્ટ પિચ બોલ નાખ્યો, જેને મોહમ્મદ નવાઝે લોંગ-ઑન પરથી શોટ રમવા ગયો, પણ સર્કલની અંદર બુમરાહે કેચ કર્યો હતો.

નવમી: 41મી ઓવરના પહેલાં બોલે જાડેજાએ ઑફ સ્ટમ્પ પર બોલ નાખ્યો, જેને હસન અલી છગ્ગો મારવા ગયો, પણ ટાઇમિંગ ના આવતા બોલ હવામાં ગયો અને શુભમન ગિલે કેચ કર્યો હતો.

દસમી વિકેટ રવિન્દ્ર જાડેજાએ લીધી રાઉફને એલબી આઉટ કર્યો એ પણ અમ્પાયરે નોટ આઉટ આપ્યો હતો અને રોહીતે ડિઆરએસ લીધો જેમાં આઉટ આપ્યો

 

BATTING R B 4s 6s SR
lbw b Mohammed Siraj 20 24 3 0 83.33
c †Rahul b Pandya 36 38 6 0 94.73
b Mohammed Siraj 50 58 7 0 86.20
b Bumrah 49 69 7 0 71.01
lbw b Kuldeep Yadav 6 10 0 0 60.00
b Kuldeep Yadav 4 4 1 0 100.00
not out 2 3 0 0 66.66
not out 0 0 0 0
Extras (b 1, lb 1) 2
TOTAL 34.2 Ov (RR: 4.92) 169/6
Fall of wickets: 1-41 (Abdullah Shafique, 7.6 ov), 2-73 (Imam-ul-Haq, 12.3 ov), 3-155 (Babar Azam, 29.4 ov), 4-162 (Saud Shakeel, 32.2 ov), 5-166 (Iftikhar Ahmed, 32.6 ov), 6-168 (Mohammad Rizwan, 33.6 ov) • DRS
BOWLING O M R W ECON 0s 4s 6s WD NB
7 1 19 2 2.71 33 3 0 1 0
8 0 50 2 6.25 22 7 0 0 0
6 0 34 2 5.66 20 6 0 0 0
10 0 35 2 3.50 38 4 0 0 0
9.5 0 38 2 3.86 35 4 0 0 0
2 0 12 0 6.00 6 2 0 0 0

Related Posts

Load more