KOHLI – બર્થ ડે બોય કોહલી-કોહલી થી ગુંજયુ ઇડન ગાર્ડન, કોહલીએ પણ આફી ગીફટ

By: nationgujarat
05 Nov, 2023

વન-ડે વર્લ્ડ કપ જીતવા માટેની બે ફેવરિટ ટીમ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાનમાં મેચ રમાઈ રહી છે. જેમાં ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. ટીમ ઈન્ડિયા તરફથી રોહીત અને ગીલે શાનદાર શરૂઆત આપી પણ ઝ઼ડપથી રન કરવાના ચક્કરમાં રોહીત થયો આઉટ ત્યાર પછી ક્રીઝ પર બર્થડ બોય કોહલી આવતા ઇડન ગાર્ડન કોહીલ કોહલીથી ગુંજી ઉઠ્યુ, બર્થડે બોય કોહલીએ પણ ફેન્સને નિરાશ ન કર્યા અને સદી ફકટકારી છે આફ્રિકા સામે કોહલી ખૂબ સારી બેટીંગ કરી છે તો શ્રેયસ અય્યરે પણ સારો સ્કોર કર્યો છે જેના કારણે ટીમ 300 સુધી પહોચી શકી છે.

પાર્ટનરશીપની જોઇએ તો – ગીલ અને રાહુલની 62 રન, કોહલી અને ગીલ -31 રન , કોહલી અને અય્યર 134 રન,કોહલી અને રાહુલ 22 રન,કોહલી અને યાદવ 36 રન ની ભાગીદારી રહી છે.

Fall of wickets: 1-62 (Rohit Sharma, 5.5 ov), 2-93 (Shubman Gill, 10.3 ov), 3-227 (Shreyas Iyer, 36.5 ov), 4-249 (KL Rahul, 42.1 ov), 5-285 (Suryakumar Yadav, 45.6 ov)

કોહલીએ તેની 71મી અડધી સદી ફટકારી છે. કોહલીએ વર્તમાન સિઝનમાં તેની પાંચમી ફિફ્ટી ફટકારી છે.કોહલી 98 રન પર થતા ગ્રાઉન્ડમાં  ઉપસ્થિત દર્શકોએ મોબાઇલ ફોનની બેટરીથી કોહલીને જન્મદિવસની શુભકામના અને આભાર વ્યકતો કર્યો.

કેએલ રાહુલ 8 રન બનાવીને આઉટ થયો હતો. તે માર્કો જેન્સનને રાસી વાન ડેર ડ્યુસેનના હાથે કેચ આઉટ થયો હતો. આ પહેલા શ્રેયસ અય્યર 77 રન બનાવીને આઉટ થયો હતો. તે લુંગી એન્ગિડીએ એડન માર્કરામના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. અય્યરે તેની 17મી ODI ફિફ્ટી પૂરી કરી. તેણે આ વર્લ્ડ કપમાં સતત બીજી અર્ધસદી ફટકારી હતી. અય્યરે કોહલી સાથે 134 રનની ભાગીદારી કરી હતી.

શુભમન ગિલ 23 રન બનાવીને આઉટ થયો હતો. તેને કેશવ મહારાજે બોલ્ડ કર્યો હતો. કાગિસો રબાડાએ કેપ્ટન રોહિત શર્મા (24 બોલમાં 40 રન)ને ટેમ્બા બાવુમાના હાથે કેચઆઉટ કરાવ્યો હતો.

ભારત – સાઉથ આફ્રિકા મેચના કેટલાક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ

  • રોહિત શર્મા (16 સિક્સર) બ્રેન્ડન મેક્કુલમ (17) પછી વર્લ્ડ કપ પાવરપ્લેમાં સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડી બન્યો છે.
  • રોહિતે વન ડે ઈન્ટરનેશનલમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ છગ્ગા મારવાના રેકોર્ડની બરાબરી કરી છે. તેણે આ વર્ષે અત્યાર સુધીમાં 58 સિક્સર ફટકારી છે. એબી ડી વિલિયર્સે પણ 2015માં 58 છગ્ગા ફટકાર્યા હતા.
  • રોહિત શર્માને કાગિસો રબાડાએ તમામ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં સૌથી વધુ 12 વખત આઉટ કર્યો હતો. તેના પછી ટીમ સાઉધીએ 11 વખત આઉટ કર્યો છે.

રોહિત-ગિલે તોફાની શરૂઆત આપી, પાવરપ્લેમાં ભારત 91/1
પાવરપ્લેની શરૂઆતની ઓવરોમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે વિસ્ફોટક બેટિંગ કરી હતી. આ બંનેએ દક્ષિણ આફ્રિકાના બોલરો પર સતત દબાણ જાળવી રાખ્યું હતું. રોહિત-ગિલની જોડીએ 5 ઓવરમાં 61 રન બનાવ્યા હતા. ટીમે 62 રનના સ્કોર પર કેપ્ટન રોહિત શર્માની વિકેટ ગુમાવી દીધી હતી. અહીં રોહિત 24 બોલમાં 40 રન બનાવીને આઉટ થયો હતો. તેને કાગીસો રબાડાએ આઉટ કર્યો હતો.

રોહિતના આઉટ થયા બાદ ગિલ-કોહલીએ રન બનાવવાની જવાબદારી સંભાળી અને પાવરપ્લેમાં સ્કોર 90થી આગળ લઈ ગયો. ભારતીય ટીમે પ્રથમ 10 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 91 રન બનાવ્યા હતા.


Related Posts

Load more