વડતાલધામ દ્વિશતાબ્દી ઉપક્રમે સ્વામિનારાયણ મંદિર દ્વારા દરિદ્રનારાયણોને ૨૦૦૦ ધાબળા વિતરણ કરાયું

By: nationgujarat
07 Jan, 2024

શિયાળાની કડકડતી ઠંડીમાં નિરાધારોને
જ્યારે સંતો ધાબળા ઓઢડે છે..!
ધાબળા વિતરણમાં ડો સંત સ્વામી મુખ્ય કોઠારી એવં ચેરમેન દેવપ્રકાશ સ્વામી વતી શ્યામવલ્લભ સ્વામી:
શાસ્ત્રી ભક્તિચરણ સ્વામીએ કરી હતી. એક કૃપાપાત્ર હરિભક્ત સેવકના સૌજન્ય સાથે આ સેવા થઈ રહી છે. વિદ્યાર્થીસેવકો અને યુવા સ્વયંસેવકો આ સેવામાં જોડાયા હતા.શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા કડકતી ઠંડીમાંઅમદાવાદ ફૂટપાથ પર રાતવાસો 2000થી વધુ દરિદ્રનારાયણોને દર વર્ષની જેમ આ વર્ષે પણ ફુટપાથો પર રાત્રે સૂતેલા લોકોને સંતો દ્વારા ધાબળા ઓઢાડવામાં આવ્યાહતા.
————————
વડતાલ મંદિરના કોઠારી ડૉ.સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રી સ્વામિનારાયણે સર્વ ‘જીવ હિતાવહ’નો સંદેશ આપ્યો છે જે અનુસાર વડતાલ સંસ્થા દ્વારા અવિરત સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે. જેમાં ઉનાળામાં ચપ્પલ વિતરણ, કુદરતી આપત્તિમાં ભોજન, તેમજ જરૂરિયાતની વસ્તુઓની વિતરણ તેમજ વડતાલમાં આવેલ શ્રી સ્વામિનારાયણ નિ:શુલ્ક હોસ્પિટલ કે જેમાં કેશ કાઉન્ટર જ નથી. અહીંયા સારવાર લેતા દર્દી સાથે તેમના સંબંધીને પણ નિ:શુલ્ક રહેવા તથા જમવાની સુવિધા અપાય છે.
આ સેવા મધ્યરાત્રિએ રોડ – ડીવાયડર બસ સ્ટેશન , રેલ્વે સ્ટેશન વગેરે જગ્યાઓ પર સુતેલા લોકો સુધી જઈને રાત્રે ગરમ ધાબળા ઓઢાડીને સંતોષ પ્રાપ્ત કર્યો હતો.
વડતાલ પિઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશિર્વાદ સાથે તથા વડતાલ સંસ્થાના ચેરમેન પૂજ્ય દેવપ્રકાશ સ્વામીની પ્રેરણાથી2000થી વધુ દરિદ્રનારાયણોને બધાબળા
વિતરણ કરવામાં આવ્યું હતું.


Related Posts

Load more