Vadodara Hospital – મૃતદેહની થઇ ગઇ અદલા-બદલી કેટલી બેદરકારી બોલો

By: nationgujarat
22 Sep, 2023

Vadodara Hospital : વડોદરાની એસ. એસ. જી. હોસ્પિટલના(Hospital ) પોસ્ટમોર્ટમરૂમના કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં અંતિમ વિધિ માટે મૃતદેહ લેવા પરિવારજનો પહોંચ્યા  તો પોસ્ટમોર્ટમ રૂમમાંથી મૃતદેહ ગાયબ હતો. ઉલ્લેખનિય છે કે, આ સમગ્ર મામલે જ્યારે પરિજનોએ તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે, એસ એસ જી હોસ્પિટલ ના PM રૂમ ના સ્ટાફે મૃતદેહ અન્ય પરિવારને આપી દીધો હતો. જ્યારે અન્ય પરિવારે અંતિમ વિધિ પણ કરી નાંખી હોવાની વિગતો સામે આવતા પરિજનો રોષે ભરાયા હતા.

સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો ગોરવાના 73 વર્ષીય નિત્યાનંદ ગુપ્તાને છાતીના દુખાવો થતા ગોત્રી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને  રસ્તામાં જે તેમનું  મૃત્યુ થયું હતું. બાદ પોસ્ટ મોર્ટમ માટે ssg હોસ્પિટલમાં ગઈકાલે સાંજે 4.30 વાગે લાવ્યા હતા. નિત્યાનંદ ગુપ્તાના અન્ય સગાસંબંધીઓ બહાર હોવાથી સવારે અંતિમ વિધિ કરવાનું  નક્કી કર્યું હતુ અને મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવ્યો હતો. જો કે જ્યારે પરિવાર મૃતદેહ લેવા માટે પહોંચ્યો હતો તો તેઓ પાવતી જોઇને ચોકી ઉઠ્યા હતા, પાવતી પરથી ખુલાસો થયો કે તે મૃતદેહ વ્યક્તનો હતો. પરિવારે સમગ્ર મામલે હોસ્પિટલ(Hospital ) સ્ટાફની બેદરકારીનો આરોપ લગાવ્યો છે.


Related Posts