ભક્તિના કેન્દ્ર સમાન વડાતાલધામ રાષ્ટ્ર ભક્તિના દેદીપ્યમાન રૂપથી ઝળહળી ઉઠ્યું

By: nationgujarat
15 Aug, 2023

આજરોજ ભક્તિના કેન્દ્ર સમાન વડાતાલધામ રાષ્ટ્ર ભક્તિના દેદીપ્યમાન રૂપથી ઝળહળી ઉઠ્યું. દેશના ખુણે ખુણેથી આવતા આસ્થાળુઓએ મંદિરમાં પ્રવેશ કર્યો ત્યારે ચોમેર રાષ્ટ્ર ધ્વજના દર્શન કર્યા એટલુ જ નહિ, નિજમંદિરના ગર્ભગૃહના દ્વાર ખુલતા દેવદર્શનમાં રાષ્ટ્રધ્વજની ઝાંખી થઈ. શ્રીલક્ષ્મીનારાયણ દેવ એવં શ્રીહરિકૃષ્ણ મહારાજ સહિત તમામ સ્વરૂપોને તિરંગાના રંગના શૃંગાર કરવામાં આવ્યા હતા.
વડતાલ મંદિરના પ્રાંગણમાં સંતો ભક્તોએ રાષ્ટ્ર ધ્વજને સલામી આપી. આજ વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો સંત સ્વામી અને આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ વતિ લાલજી મહારાજે ધ્વજ ફરકાવ્યો હતો. રાષ્ટ્રગીતના ગાન સાથે ધ્વજને સલામી પણ આપવા આવી. લાલજી મહારાજ અને ડો સંત સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યુ હતું.આ પ્રસંગે બ્રહ્મસ્વરૂપ સ્વામી , શ્રીવલ્લભ સ્વામી , હરિચરણ સ્વામી , અમૃતવલ્લભ સ્વામી , સંત સ્વામી અથાણાવાળા વગેરે સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામીએ કરી


Related Posts