કેંદ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે મંચ પરથી જ અધિકારીઓનો લઈ લીધો ઉધડો, જાણો કારણ

By: nationgujarat
20 Nov, 2023

નર્મદા:  કેંદ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે મંચ પરથી જ અધિકારીઓનો ઉધડો લઈ લીધો હતો. કારણ હતું એક મહિલાને એક મહિનાથી આવકનો દાખલો ન આપવો. મંત્રી દેવુસિંહ ચૌહાણ આજે નર્મદાના નાંદોદ તાલુકાના જિઓરપાટી ગામે પહોંચ્યા હતા.  અહીં એક મહિલાએ રજૂઆત કરી કે ગામના તલાટી એક મહિનાથી આવકનો દાખલો નથી આપી રહ્યા. જેને લઈ કેંદ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે મંચ પરથી જ તલાટીને તતડાવ્યા હતા. આ સાથે જ કલેક્ટરને કહ્યું, ફોલોઅપ લો છે કે નહીં. ગઈકાલે ટંકારી ગામમાં આયોજિત કાર્યક્રમમાં કલેક્ટર અને DDO હાજર રહ્યા ન હતા.  જેને લઈ દેવુસિંહ ચૌહાણે ટકોર કરતાં આજે બંને અધિકારી હાજર રહ્યા હતા.

અધિકારી હાજર ન રહેતા સ્ટેજ પરથી ટકોર કરી

કેંદ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ બે દિવસ નર્મદા જિલ્લાની મુલાકાતે હતા.  ગઈકાલે  નાંદોદ તાલુકા ટંકારી ખાતે કેંદ્રીય મંત્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉચ્ચ અધિકારીઓ DDO અને કલેક્ટરને નાંદોદ ના તાલુકા વિકાસ અધીકારી સહિત અધિકારી હાજર ન રહેતા સ્ટેજ પરથી ટકોર કરી હતી.  નોંધનીય બાબત એ છે કે ગઈ કાલે રવિવાર હતો.  કેંદ્રીય મંત્ એ ગઈકાલે અધિકારીઓ બાબતે કરેલ ટકોરની અસર આજે જોવા મળી હતી.  આજે જયોર પાર્ટી ખાતે ગઈકાલની મંત્રીની ટકોર બાદ  આજે જીઓર પાટી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં કલેક્ટર નર્મદા અને ડીઆરડીએ અધિકારી હાજર રહ્યા હતા.

ગઈકાલની મંત્રીની ટકોર ને કારણે આજે અધિકારીઓ હાજર રહ્યાં હતા. કેંદ્ર સરકારનો કાર્યક્રમ હોય અને અધિકારીઓ હાજર ન રહે તેથી કેંદ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ ગઈકાલે બગડ્યા હતા.

કેંદ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ નર્મદા જિલ્લામાં બે દિવસથી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આવ્યા છે.  જીઓર પાટી ખાતે મંત્રીએ તલાટીનો ઉધડો લીધો હતો.  જાહેર સભામાં ગ્રામજનોને મંત્રીએ સવાલ કરતા એક મહિલાએ મંત્રીને કહ્યું કે એક મહિનાથી આવકનો દાખલો મળ્યો નથી.

મંત્રીએ જાહેર મંચ પરથી કલેકટરને કહ્યું ફોલોપ લો છે કે નહીં ?

મહિલાએ આવકના દાખલા બાબતે ફરિયાદ કરતા મંત્રીએ તલાટીનો ઉધડો લીધો હતો.  મંત્રીએ જાહેર મંચ પરથી કલેકટરને કહ્યું ફોલોપ લો છે કે નહીં ? યાત્રા માટે આવેલ રથનો કોન્ટ્રાક્ટ રદ કરવા પણ કલેક્ટર નર્મદાને મંત્રીએ આદેશ આપ્યો છે.  બે દિવસથી ફરું છું પણ રથમાં બતાવવામાં આવતી ફિલ્મ બરાબર ચાલતી નથી,  જેથી મંત્રી ગુસ્સે ભરાયા હતા.


Related Posts

Load more