Rajkot Latest News – રેલનગર અંડરબ્રિજ સોમવારથી બે મહિના સુધી રહેશે બંધ,

By: nationgujarat
23 Sep, 2023

Rajkot : રાજકોટનો રેલનગર અંડરબ્રિજ ( Railnagar underbridge )  સોમવારથી બે મહિના સુધી બંધ રહેશે. બ્રિજનું સમારકામ કરવાનું હોવાના કારણે બંધ રાખવામાં આવશે. અંડરબ્રિજના તળિયા અને દીવાલ પર તિરાડો પડી છે, જેના કારણે સતત પાણી ટપકે છે. બ્રિજના તળિયામાંથી નીકળતું પાણી રોકવા, તિરાડો પૂરવા તેમજ બ્રિજના પ્રાથમિક સ્ટ્રક્ચરને ફેરફાર કરવા 56 લાખ રૂપિયાના ખર્ચે સમારકામ કરવામાં આવશે.

તળિયા અને દીવાલ પર પડેલી તિરાડોમાં કેમિકલ ટ્રીટમેન્ટ કરવામાં આવશે. આ અંડરબ્રિજમાંથી રેલનગર, પોપટપરા, સંતોષીનગર સહિતના વિસ્તારના લોકો પસાર થાય છે. સતત પાણી નીકળવાથી લીલ થાય છે. જેના કારણે કેટલાક લોકોનો વાહનો સ્લીપ થવાની ઘટના બને છે.

સર્વિસ રોડ વગરનો રાજકોટના માધાપર ચોકડીનો ઓવરબ્રિજ

તો બીજી તરફ રાજકોટનો માધાપર ચોકડી બ્રિજ વિવાદમાં આવ્યો છે. માધાપર ચોકડી બ્રિજ પર તૈયાર કરાયેલા ઓવરબ્રિજના લોકાર્પણ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. તો આ તરફ રાજકોટથી જામનગર રોડ તરફ જતા રસ્તા પર સર્વિસ રોડ જ તૈયાર કરવામાં આવ્યો નથી. નવાઇની વાત તો એ છે કે જે સ્થળે સર્વિસ રોડ તૈયાર કરવાનો છે તે સ્થળ ગાંધી હાઉસિંગ સોસાયટીની માલિકીની છે.


Related Posts