અમદાવાદઃ રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે અને તોફાની મૂડમાં વરસાદ તૂટી પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઇ હતી ત્યારે આજે જૂનાગઢ અને અમરેલીમાં મેઘરાજા અનરાધાર વરસ્યા છે. જેના કારણે જૂનાગઢ અને અમરેલી બેટમાં ફેરવાઇ ગયા છે ત્યાં જ જૂનાગઢમાં તો માલસામાનને ખુબ જ નુક્સાન પહોંચ્યું છે. ત્યાં જ આજે સમી સાંજે અમદાવાદ શહેરમાં પણ મેઘરાજાએ બેટિંગ શરૂ કરી દીધી છે.
હાલમાં અમદાવાદના એસ.જી હાઈવે, વેજલપુરમાં, પ્રહલાદનગર, સેટેલાઈટ, શિવરંજની, નહેરુનગર, શ્યામલ ચાર રસ્તામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ સાથે જ અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ સાથે જ અમદાવાદમાં વરસાદના કારણે ઝીરો વિઝિબિલીટી થઇ ગઇ છે.
અમદાવાદમાં સમી સાંજે વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. શહેરમાં આજે સમી સાંજે ભારે પવન સાથે મેઘરાજા અમદાવાદમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે. શહેરમાં ખાબકી રહેલા ધોધમાર વરસાદથી ઓફિસથી ઘરે જઇ રહેલા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. ત્યાં જ ધોધમાર વરસાદના કારણે કેટલાક સ્થળોએ પાણી પણ ભરાયા છે.