દશેરાએ વાહન બજારમાં ધૂમ ખરીદી, અમદાવાદમાં ₹160 કરોડ અને સુરતમાં ₹350 કરોડના વાહનોનું વેચાણ

By: Krunal Bhavsar
21 Oct, 2026

ગુજરાત માં વાહનો નું વેચાણ : દશેરાના શુભ મુહૂર્તે ગુજરાતના ઓટોમોબાઇલ માર્કેટ (Automobile Market)માં વાહનોની ખરીદીનો ધમધમાટ જોવા મળ્યો હતો. અમદાવાદમાં દશેરાના દિવસે અંદાજે ₹160 કરોડના વાહનોનું વેચાણ થયું હતું, જ્યારે સુરતમાં નવરાત્રિથી દશેરા દરમિયાન ₹350 કરોડના વાહનો વેચાયા હતા. રાજ્યભરમાં અંદાજે 50 હજાર ટુ-વ્હીલરના વેચાણની માહિતી સામે આવી છે. જોકે, વેચાણ અને રજિસ્ટ્રેશનના અલગ આંકડાઓમાં ગત વર્ષની સરખામણીએ જુદાં વલણ જોવા મળ્યાં છે.

અમદાવાદ માં દશેરા એ વાહન ખરીદી માં ઉત્સાહ

દશેરાના દિવસે અમદાવાદમાં વાહનોની ખરીદી માટે ગ્રાહકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. એક અહેવાલ મુજબ શહેરમાં એક જ દિવસમાં 6,000 ટુ-વ્હીલર અને 2,500 કારના વેચાણના આંકડા સામે આવ્યા છે. બીજી તરફ, વાહન રજિસ્ટ્રેશનના આંકડા મુજબ 4,000 ટુ-વ્હીલર અને 1,000 કાર નોંધાઈ હતી. આમ, વેચાણ અને રજિસ્ટ્રેશનના આંકડામાં તફાવત જોવા મળે છે.

અમદાવાદ માં અંદાજિત રું .160 કરોડ વાહનો નું વેચાણ

અમદાવાદમાં દશેરાના દિવસે અંદાજે ₹160 કરોડના વાહનો વેચાયા હતા. ઉપલબ્ધ માહિતી પ્રમાણે 5,000 ટુ-વ્હીલર અને 800 કારની ડિલિવરી પણ કરવામાં આવી હતી. અનેક ગ્રાહકોએ નવરાત્રિ દરમિયાન વાહનોનું બુકિંગ કરાવી દશેરાના શુભ મુહૂર્તે ડિલિવરી મેળવી હતી. નોંધાયેલા 4,000 ટુ-વ્હીલરમાંથી 1,500 ઇલેક્ટ્રિક વાહનો હોવાનું સામે આવ્યું છે.

સુરત માં નાવરાત્રિ થી દશેરા દરમિયાન નોંધાયો રું.350 કરોડ નો કારોબાર

સુરતમાં નવરાત્રિથી દશેરા દરમિયાન કુલ 13,174 વાહનોનું વેચાણ નોંધાયું હતું. આ વાહનોની કુલ કિંમત અંદાજે ₹350 કરોડ હોવાનું જણાવાયું છે. વેચાણમાં 10,307 ટુ-વ્હીલર, 1,925 ફોર-વ્હીલર અને 942 ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ થાય છે. વાહનોના વેચાણને કારણે સુરત RTOને ટેક્સ પેટે ₹20 કરોડની આવક થઈ હતી.

 

ઇલેકટ્રીક વાહનો તરફ વળ્યાં ગ્રાહકો

પેટ્રોલ અને ડીઝલ વાહનોની સાથે ઇલેક્ટ્રિક વાહનો (Electric Vehicles)ની ખરીદી પણ નોંધપાત્ર રહી હતી. અમદાવાદમાં નોંધાયેલા ટુ-વ્હીલરમાં ઇલેક્ટ્રિક વાહનોનો મોટો હિસ્સો જોવા મળ્યો હતો. સુરતમાં પણ 942 ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ નોંધાયું હતું.

દિવાળી સુધી વાહનો ના વેચાણ માં વધારો જોવા મળી શકે છે !

વર્ષ 2025માં સુરતમાં 14,135 ટુ-વ્હીલરના વેચાણનો આંકડો નોંધાયો હતો, જ્યારે આ વર્ષે તહેવારો દરમિયાન વાહનોના વેચાણમાં ઘટાડાની માહિતી સામે આવી છે. અમદાવાદમાં પણ ગત વર્ષની સરખામણીએ રજિસ્ટ્રેશન ઘટ્યાં હોવાનું જણાવાયું છે. જોકે, આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને વાહનોની ખરીદી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Ahmedabad : ‘રિચી રીચ’ના માલિક ભાવિક ગજ્જર સામે વધુ એક મોટો ખુલાસો, ભાજપ કોર્પોરેટરના આક્ષેપથી ખળભળાટ


Related Posts

Load more
Follow Us

Live Cricket Score