થાનગઠમાં તાલુકામાં ભાજપમાં ભંગાણ, તાલુકા ભાજપના પ્રમુખ અને કારોબારી સમિતિના પૂર્વ અધ્યક્ષાને શક્તિસીંહે ખેસ પહેરીને પક્ષમાં આવકાર્યા

By: nationgujarat
17 Jan, 2024

આમ તો આ સમાચાર તમારા માટે વાંચવા કોમન છે કે કોંગ્રેસમાં ભંગાણ પડયુ કોંગ્રેસના કાર્યકર્તા કે આગેવાનો ભાજપમાં જોડાયા પરંતુ આજે ભાજપમાં ભંગાણના સમાચાર આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકા ભાજપના પ્રમુખ ડાભી બચુભાઈ સોમાભાઈ અને થાનગઢ તાલુકા પંચાયતના કારોબારી સમિતિના પૂર્વ અધ્યક્ષા ડાભી સવુબેન બચુભાઈ આજરોજ વિધીવત રીતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસ પક્ષના ખેસ પહેરીને જોડાયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના કાર્યકરો સાથે ભાજપ સાથે છેડો ફાડીને વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયેલા શ્રી ડાભી બચુભાઈ સોમાભાઈ એ જણાવ્યું હતું કે, અનેક વચનો-વાયદા કરનારી ભાજપે જનતા સાથે છેતરપીંડી કરી છે. ભાજપે ખોટી વાતો કરીને ભરમાવ્યા હતા. હવે સંઘર્ષ કરીને સ્થાનિક નાગરિકો માટે કામ કરશું.

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા, ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, એ.આઈ.સી.સી. મંત્રીશ્રી બી.એમ. સંદીપ, શ્રી ઉષા નાયડુ, કાર્યકારી પ્રમુખશ્રી ઋત્વિક મકવાણા, શ્રી લલીત કગથરા, પૂર્વ ધારાસભ્યશ્રી નૌશાદ સોલંકી, થાનગઢના આગેવાનશ્રી મંગળુભાઈ ભગત, શ્રી ભૂપતભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સેવાના યજ્ઞમાં જોડાયેલ તમામને આગામી સમયમાં સક્રિય યોગદાન આપશે તેવી આશા વ્યક્ત કરી હતી.


Related Posts

Load more