ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ જ ખેલાડીઓને કેમ પહેરાવામાં આવે છે સફેદ બ્લેઝર ? આ છે કારણ

By: nationgujarat
10 Mar, 2025

ભારતીય ટીમે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતી લીધો છે. આ જીત બાદ ભારતીય ટીમના તમામ ખેલાડીઓને સફેદ બ્લેઝર અને મેડલ આપીને સ્નમાનિત કરવામાં આવ્યા હતા. ત્યારે તમારા મનમાં સવાલ થતો હશે કે ચેમ્પિયન્સ બન્યા બાદ ટીમને સફેદ બ્લેઝર જ કેમ પહેરાવવામાં આવે છે ?ભારતીય ટીમે 9 માર્ચ 2025ના રોજ નવો ઈતિહાસ લખ્યો. ક્રિકેટની દુનિયામાં ભારત સૌથી વધુ વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતનારી ટીમ બની છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમે ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. જે બાદ આખી ટીમ ફરી એકવાર સફેદ બ્લેઝર પહેરીને ઉજવણી કરતી જોવા મળી હતી.

2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ પણ ટીમ ઈન્ડિયાએ આ જ રીતે ઉજવણી કરી હતી. ત્યારે એ જાણી લઈએ કે શા માટે ચેમ્પિયન ટીમને સફેદ બ્લેઝર પહેરાવીને સન્માનિત કરવામાં આવે છે.

ભારતની ફાઈનલમાં જીત બાદ ટીમ ઈન્ડિયાને મેડલ અને સફેદ બ્લેઝર આપવામાં આવ્યા હતા. તમામ ખેલાડીઓએ સફેદ બ્લેઝર પહેરીને ખૂબ જ ઉત્સાહ સાથે વિજયની ઉજવણી કરી હતી. પરંતુ સવાલ એ છે કે ટીમ ઈન્ડિયાને માત્ર સફેદ બ્લેઝર કેમ પહેરાવવામાં આવ્યું.


Related Posts

Load more