U-19 Wolrd Cup – વિશ્વકપ માટે ટીમ જાહેર કોને મળ્યુ છે સ્થાન જાણો

By: nationgujarat
25 Nov, 2023

UAEમાં રમાનાર અંડર-19 એશિયા કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. 25 નવેમ્બર (શનિવાર), બીસીસીઆઈની જુનિયર ક્રિકેટ પસંદગી સમિતિએ 15 સભ્યોની યાદી જાહેર કરી. ઉદય સહારન અંડર-19 એશિયા કપમાં ભારતીય ટીમની કમાન સંભાળશે.

એશિયા કપ 8મી ડિસેમ્બરથી શરૂ થશે. આ ટૂર્નામેન્ટમાં ભારતની પ્રથમ મેચ 8 ડિસેમ્બરે અફઘાનિસ્તાન સામે થશે. ત્યારબાદ 10 ડિસેમ્બરે ભારતનો મુકાબલો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. ભારતીય ટીમ 12મી ડિસેમ્બરે નેપાળ સામે ટકરાશે. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 17 ડિસેમ્બરે દુબઈમાં રમાશે. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટની વર્તમાન ચેમ્પિયન છે અને તેણે કુલ આઠ વખત આ ખિતાબ જીત્યો છે.

અંડર-19 વર્લ્ડ કપ 2024 માટે એશિયા કપ ટુર્નામેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આગામી અંડર-19 વર્લ્ડ કપ જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં દક્ષિણ આફ્રિકાની ધરતી પર રમાશે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ અંડર-19 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી સફળ ટીમ છે. ટીમ ઈન્ડિયાએ વર્ષ 2000, 2008, 2012, 2018 અને 2022માં અંડર-19 વર્લ્ડ કપ પર કબજો કર્યો હતો. આ સિવાય વર્ષ 2016 અને 2020માં ભારત રનર્સઅપ રહ્યું છે.

19 વર્ષીય ઉદય સહારન રાજસ્થાનનો રહેવાસી છે અને તેને ગત અંડર-19 વર્લ્ડ કપ દરમિયાન સ્ટેન્ડબાય તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. પસંદગીકારોએ અંડર-19 વર્લ્ડ કપ માટે પ્રવાસી સ્ટેન્ડબાય તરીકે ત્રણ ખેલાડીઓની પસંદગી કરી છે. ચાર ખેલાડીઓ અનામત તરીકે રહેશે. રિઝર્વ ખેલાડીઓ ટીમ સાથે પ્રવાસ નહીં કરે.

ટીમ – અર્શિન કુલકર્ણી, આદર્શ સિંહ, રુદ્ર મયુર પટેલ, સચિન ધસ, પ્રિયાંશુ મોલિયા, મુશીર ખાન, ઉદય સહારન (કેપ્ટન), અરવેલી અવનીશ રાવ (વિકેટકીપર), સૌમ્ય કુમાર પાંડે (વાઈસ-કેપ્ટન), મુરુગન અભિષેક, ઇનેશ મહાજન (વિકેટકીપર) ), ધનુષ ગૌડા, આરાધ્યા શુક્લા, રાજ લિંબાણી, નમન તિવારી.


Related Posts

Load more