સુરેન્દ્રનગર વઢવાણ – દૂધરેજ સંયુકત નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા પછી પથમ બજેટ રજૂ થયુ હતું પહેલુ બજેટ 751.58 કરોડ નું બજેટ રજૂ થયુ છે આ બજેટ સર્વાગી વિકાસ માટે હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મહાનગર પાલિકામાં સમાવિષ્ટ ગામોમા પંચયાતે નક્કી કરેલ કરેવેરાના દર યથાવત રાખવામાં આવ્યા છે. કમિશનર નવનાથ ગવ્હાણે બજેટ અંગે જણાવ્યું કે, સુરેન્દ્ર નગર શહેરના સર્વાગી વિકાસને ધ્યાને રાખીને નાગરિકોને માળખાકીય સુવિધાઓ અને સામાજીક સુવિધાઓ સરળતાથી મળે તે માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ વખતનું બજેટ સ્વચ્છ સુરેન્દ્રનગર,લીવેબલ અને હેરિટેજ સિટિ સુરેન્દ્રનગર તેમજ વિકસીત સુરેન્દ્રનગર 2047ની થીમ સાથે રજૂ કરવામાં આવ્યું હતું
સુરેન્દ્રનગરને સ્વચ્છ બનાવવા કચરાને કચરા પેટીમાં મુકવા તેમજ તેના યોગ્ય નિકાલ કરવા માટે જનતાને પ્રોત્સાહિત કરવામાં આવશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ભાગ રૂપે ડોર ટુ ડોર કચરાનું એકત્રીકરણ તેમજ જાહેર મિલકતોની સફાઇ,ગટર વ્યવસ્થા સારી કરવા બાબતે તેમજ પ્રવાહી કચરાનું 100 ટકા વૈજ્ઞાનિક વ્યવસ્થાપન કરવાનું આયોજન કરવામાં આવશે. મહાનગર પાલિકામાં હાલમાં અમલમા રહેલા પ્રોજેક્ટો તેમજ બજેટમાં કરેલા વિવિધ આયોજનોના અસરકાર અમલિકરણ થકી વિકસીત ભારત 2047ના સંકલ્પમાં વિકસીત સુરેન્દ્રનગરનું યોગદાન રહેશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
બજેટમાં કરવામાં આવેલ જોગવાઇઓ
સુરેન્દ્રનગરમા રોડ રસ્તા પછી પાણીનો પ્રશ્રન પણ મોટો છે તેને દુર કરવા માટે બજેટમાં પાણી પુરવઠાના કામો માટે રૂપિયા 77 કરોડના પ્રકલ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકામાં આવેલા વોટર વર્કર તેમજ પંપિગ સ્ટેશનો, સંસ્થાની તમામ મિલકતોના વિજબિલમાં રાહત માટે સોલર પેનલ લગાવવામાં આવશે જે માટે બજેટમાં રૂપિયા પાંચ કરોડની ફાળવણી કરવામાં આવી છે. મહાનગર પાલિકા તેમજ તેમા સમાવિષ્ટ ગામો અને આજુબાજુના વિસ્તારોમાં ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટરના કામો માટે રૂપિયા 80 કરોડ ફાળવવામાં આવ્યા છે. ખરાબ રસ્તાઓના પ્રશ્રનને દુર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. ગામ તથા શહેરને જોડતા મુખ્ય રસ્તાઓના કામ માટે 111 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. મુખ્ય માર્ગ પર આવેલા સર્કલના અપગ્રેડશન માટે તથા વધુ ટ્રાફિક ધરાવતા વિસ્તારમાં સર્કલ માટે 2 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તથા સેનિટેશન કામગીરી માટે 58 કરોડ ફાળવવામાં આવ્યા છે. નાગરિકોને સેવાઓ સરળતાથી મળી રહે તે માટે બે સિટિ સિવિક સેન્ટર શરૂ કરવામાં આવશે અને દરેક ઝોનમાં ત્રણ વોડ ઓફિસ ફાળવવામાં આવશે.
વેજીટેબલ માર્કેટ અને સ્પોર્ટસ ક્લબ માટે ફાળવણી
ફિડ કોર્ટના વિકાસ માટે એક કરોડ , વેજીટેબલ માર્કેટના વિકાસ માટે 2 કરોડ ફાળવવામાં આવ્યા છે. રમત ગમત પ્રવૃતિને પ્રોતસાહન મળે તે માટે સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવા માટે 10 કરોડ ફાળવવામાં આવ્યા છે. નવી આગણવાડી માટે 50 લાખની ફાળવણી કરવામાં આવી છે તેમજ યોગ સેન્ટર માટે પણ 50 લાખની ફાળવણી કરાઇ છે.