Surat: સુરતમાં રોગચાળાએ લીધો ભરડો, અત્યાર સુધીમાં 34 લોકોના મોત

By: nationgujarat
24 Aug, 2023

શહેરમાં રોગચાળાનો કહેર  વર્તાઈ રહ્યો છે. હવે આ મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પણ નિવેદન આપ્યું છે. આરોગ્યમંત્રીએ કહ્યું કે, સુરત શહેરમાં રોગચાળાને લઈ અત્યાર સુધી 34 લોકોના મોત થઇ ચુક્યા છે.

માસાના આગમન બાદ શહેરમાં ચોમેરથી રોગચાળાની બુમ ઉઠી રહી છે. તેમજ ડેન્ગ્યુ. ટાઈફોઈડ, તાવ, ગેસ્ટ્રો, મેલેરિયા, કોલેરા અને કમળાના કેસ વધવા સાથે મૃત્યુના કેસ પણ વધી રહ્યા છે. વધુમાં અલથાણના યુવક અને પાંડેસરાની કિશોરીનું તાવમાં મોત થતા રોગચાળામાં મરણાંક 34 ઉપર પહોંચી ગયો છે.

સુરત રોગચાળો

જુલાઈ 
રોગ      આંકડો
ગેસ્ટ્રો        295
ટાઇફોઇડ   94
મેલેરિયા      93
ડેન્ગ્યુ        12

ઓગસ્ટ 
રોગ       આંકડો
ગેસ્ટ્રો        132
ટાઇફોઇડ   41
મેલેરિયા      81
ડેન્ગ્યુ        17

આ સીઝનમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ મળી રોગચાળામાં કુલ 34 લોકોના મોત થયા છે. ત્યારે સુરત પધારેલા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ કહી રહ્યા છે કે રોગચાળાને લઈ હવે લોકો જાગૃત થાય,જ્યાં ગંદકી ફેલાય ત્યાં પાણીનો નિકાલ વહેલી તકે થાય તેવી કામગીરી કરવી જોઈએ.સુરત શહેરમાં જુદાજુદા વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ડેન્ગ્યુ, ઝાડા-ઉલ્ટી, તાવ, મલેરીયા, કોલેરા સહિતની બિમારીમાં દર્દીઓ ઝપેટમાં આવી રહ્યા છે. આ સિઝનમાં અત્યાર સુધી રોગચાળામાં કુલ 30થી વ્યકિતઓ મોતને ભેટ્યા છે. તાજેતરમાં સુરત શહેરમાં વિવિધ વિસ્તારમાં પાણી-મચ્છરજન્ય બિમારી વાવર યથાવત છે.  ગોડાદરામાં તાવ અને અને ફેંફસામાં તકલીફ થયા બાદ યુવાન જ્યારે અમરોલીમાં તાવ આળ્યા બાદ આધેડનું મોત નિપજ્યું હતું.


Related Posts