Election News – રાજસ્થાન,મધ્યપ્રદેશ અને છત્તિસગઠ્ઠમાં કોની બનશે સરકાર જાણો શું કહે છે સર્વે

By: nationgujarat
01 Oct, 2023

નવેમ્બર-ડિસેમ્બરમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પરંતુ રાજકારણમાં રસ ધરાવનારાઓની નજર ત્રણ રાજ્યો પર ટકેલી છે. હિન્દી પટ્ટીના રાજ્યો – મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. આ ત્રણ રાજ્યોની ચૂંટણીને આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીની સેમિફાઇનલ માનવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ઘણા સર્વે સામે આવ્યા છે જેમાં આ રાજ્યોને લઈને ચૂંટણીની આગાહી કરવામાં આવી છે. ચાલો એક પછી એક છેલ્લા ચાર સર્વેના પરિણામો વિશે જાણીએ…

‘ઇન્ડિયા ટીવી’ માટે, ETG એ ત્રણેય ચૂંટણી રાજ્યોમાં સર્વે હાથ ધર્યો હતો. સર્વે અનુસાર મધ્યપ્રદેશમાં કોંગ્રેસ આગળ છે. હા… સર્વે દર્શાવે છે કે એમપીમાં 230 બેઠકોમાંથી કોંગ્રેસને 118-128 બેઠકો મળી શકે છે. જ્યારે ભાજપ 102-110 સીટો જીતી શકે છે. રાજસ્થાનમાં ભાજપની સરકાર બની શકે છે. કુલ 200 બેઠકોમાંથી ભાજપ 95-105 બેઠકો જીતી શકે છે. જ્યારે કોંગ્રેસને 91-101 બેઠકો મળી શકે છે. છત્તીસગઢને લઈને પણ કોંગ્રેસ માટે સારા સમાચાર છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે 90 બેઠકોમાંથી કોંગ્રેસને 48-60 બેઠકો મળી શકે છે. જ્યારે ભાજપ 28-40 સીટો જીતી શકે છે.

ઇન્ડિયાટીવીના સર્વે પ્રમાણે
મધ્ય્પ્રદેશમાં – કોંગ્રેસ
છત્તિસગઠમાં કોંગ્રેસ
રાજસ્થાન – ભાજપ

IANS-પોલસ્ટ્રેટનો સર્વે પણ ચૂંટણી રાજ્યોને લઈને બહાર આવ્યો છે. સર્વે મુજબ મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર બની શકે છે. કુલ 230 બેઠકોમાંથી ભાજપ 116-124 બેઠકો જીતી શકે છે. જ્યારે કોંગ્રેસને 104 બેઠકો મળી શકે છે. રાજસ્થાનમાં 200 બેઠકોમાંથી કોંગ્રેસને 97થી 105 બેઠકો મળી શકે છે. જ્યારે ભાજપ 89-97 બેઠકો કબજે કરી શકે છે. છત્તીસગઢમાં 90 બેઠકોમાંથી કોંગ્રેસ 62 બેઠકો કબજે કરી શકે છે અને 27 બેઠકો ભાજપના ખાતામાં જઈ શકે છે.

PEACS મીડિયા અને ન્યૂઝ 24 એ ચૂંટણી રાજ્યોમાં સર્વે હાથ ધર્યો હતો. સર્વે અનુસાર મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ છે. 230 બેઠકોમાંથી ભાજપને 115-122 બેઠકો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 105-115 બેઠકો મળી શકે છે. રાજસ્થાનમાં ભાજપ 200માંથી 95-105 સીટો કબજે કરી શકે છે. કોંગ્રેસને 91-101 બેઠકો મળી શકે છે. છત્તીસગઢમાં 90માંથી 55-60 સીટો કોંગ્રેસના ખાતામાં જઈ શકે છે અને ભાજપ 30-35 સીટો જીતી શકે છે.

ટાઈમ્સ નાઉ નવભારતે ચૂંટણી રાજ્યોને લઈને એક સર્વે પણ કર્યો છે. સર્વે અનુસાર મધ્યપ્રદેશની કુલ 230 સીટોમાંથી કોંગ્રેસને 118-128 સીટો મળી શકે છે. જ્યારે ભાજપ 102-110 સીટો પર જીત મેળવી શકે છે. રાજસ્થાનમાં કુલ 200 બેઠકોમાંથી ભાજપ 95-105 બેઠકો કબજે કરી શકે છે. જ્યારે કોંગ્રેસને 91-101 બેઠકો મળી શકે છે.

છેલ્લા ચાર સર્વેના પરિણામો પર નજર કરીએ તો રાજસ્થાન અને મધ્યપ્રદેશ માટે અલગ-અલગ આગાહીઓ કરવામાં આવી છે. પરંતુ તમામ સર્વેમાં છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર બની શકે છે. જ્યારે મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે. બે સર્વેમાં કોંગ્રેસ સરકાર બનાવતી જણાય છે અને અન્ય બેમાં ભાજપની. જ્યારે રાજસ્થાનમાં ચારમાંથી ત્રણ સર્વેમાં ભાજપ આગળ છે.


Related Posts