શેરબજાર ખુલતાં જ ધડામ, સેન્સેક્સમાં 830 તો નિફ્ટીમાં 247 પોઈન્ટનો કડાકો, રોકાણકારો નિરાશ

By: nationgujarat
13 Jan, 2025

Stock Market Crash: શેરબજારમાં ફરી એકવાર રોકાણકારો નિરાશ થયા કેમ કે વેપાર માટેના નવા અઠવાડિયાની શરૂઆત જ ખરાબ રહી છે. સોમવારે શેરબજાર (Stock Market Crash)માં જોરદાર કડાકો બોલાયો. સેન્સેક્સ મોટા કડાકા સાથે 834 પોઈન્ટ ઘટીને 76,567 પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી-50 પણ ખુલતાની સાથે જ 247 પોઈન્ટ તૂટ્યો હતો.

કયા શેરમાં ઉથલપાથલ મચી? 

ઉલ્લેખનીય છે કે માર્કેટ ઓપન થાય તે પહેલા જ સેન્સેક્સ-નિફ્ટીમાં મોટા ઘટાડાના સંકેતો મળી ગયા હતા. ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસ એટલે કે શુક્રવારે પણ શેરબજારના ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી બંને કડાકા સાથે બંધ થયા હતા. જોકે આજે બજારમાં કડાકા વચ્ચે ઝોમેટોના શેર સૌથી વધુ તૂટ્યા, જ્યારે ટાટા મોટર્સ, રિલાયન્સથી લઈને HDFC બેંકના શેરમાં પણ કડાકાની સ્થિતિ જોવા મળી.


Related Posts

Load more