રાજકોટમાં હિમવર્ષા:કુવાડવાના માલિયાસણ નજીક બરફથી રસ્તો બંધ થયો, લોકોએ રસ્તા પર ઊતરી મનાલી જેવો માહોલ માણ્યો

By: nationgujarat
26 Nov, 2023

રાજકોટમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. અનેક જગ્યાએ કરા પડવાની સાથે મનાલી જેવાં દૃશ્યો સામે આવ્યાં છે. કુવાડવા રોડના માલિયાસણ નજીક રસ્તા ઉપર બરફ પથરાયો. બરફથી રસ્તો ઢંકાઇ જતા લોકો રસ્તા પર ઊતરી મનાલી જેવો માહોલ માણી રહ્યા છે. લોકો બરફથી રસ્તા પર મોજમસ્તી કરતા જોવા મળ્યા હતા.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સવારથી જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ગીર સોમનાથના તાલાલામાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ગીર સોમનાથના પાટણ- વેરાવળમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે. તો ગીર સોમનાથના ઉના, સૂત્રાપાડામાં પોણા ઈંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વંથલીમાં બે કલાકમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે.

જૂનાગઢાના કેશોદ અને અમરેલીના ખાંભામાં અડધા ઈંચથી વધુ વરસાદ જોવા મળે છે. તો આ સાથે રાજકોટના ધોરાજી સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. જસદણ પંથકના વિરનગર, મોટા દડવા. કમળાપુર, કોઠી, કનેસરા સહિતના વિસ્તારોમાં વરસાદનો માહોલ જોવા મળ્યો છે. તો આજે સવારથી મોરબીમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. તો વાંકાનેરમાં કમોસમી વરસાદ સાથે બરફના કરા પડ્યા હોવાનું સામે આવ્યુ છે.


Related Posts

Load more