Ahmedabad – ગુજરાતી શાળા નં.1માં મધ્યાહન ભોજન પીરસવાનું કામ કરતી મહિલાનું હાર્ટ-એટેકથી મોત

By: nationgujarat
06 Oct, 2023

અમદાવાદના વિવેકાનંદનગરમાં ગુજરાતી શાળા નં.1માં મધ્યાહન ભોજન પીરસવાનું કામ કરતી મહિલાનું હાર્ટ-એટેકથી મોત થયું છે. ભોજન પીરસતી વખતે મહિલા અચાનક ઢળી પડી હતી, આથી વિદ્યાર્થીઓ અને સ્કૂલ સ્ટાફમાં અફરાતફરી મચી ગઈ હતી. બાદમાં 108ને જાણ કરતાં ટીમ દોડી આવી હતી. 108ના સ્ટાફે મહિલાને સીપીઆર આપ્યો હતો. જોકે મહિલાના શ્વાસ પરત ફરી શક્યા નહોતા.પ્રાપ્ત વિગત મુજબ, મધ્યાહન ભોજનમાં ભોજન પીરસવાનું કામ કરતી મહિલાની ઉંમર 60 વર્ષ છે. તેઓ વિવેકાનંદ નગર ગુજરાતી શાળામાં આંગણવાડીમાં મહિલા હેલ્પર તરીકે નોકરી કરતાં હતાં. આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ અચાનક જ તેઓ જ્યારે સ્કૂલમાં હતાં ત્યારે તેમને છાતીમાં દુખાવો ઊપડ્યો અને હાર્ટ-એટેક આવતાં તેમનું મૃત્યુ થયું છેગઈકાલે સુરતમાં ગરબા રમી રહેલા 26 વર્ષીય યુવક અચાનક ઢળી પડ્યો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો છે. એકના એક દીકરાના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. જ્યારે હાર્ટ-એટેકની આશંકાના પગલે સેમ્પલ લઈને મોકલી દેવામાં આવ્યાં હતાં.


Related Posts