સિક્કિમમાં જળપ્રલય’થી 70 લોકો ગૂમ, આગામી 48 કલાક ભારે

By: nationgujarat
05 Oct, 2023

સિક્કિમમાં આગામી 48 કલાક ભારે છે. હવામાન ખાતાએ બે દિવસ માટે સિક્કિમમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. એટલું જ નહીં  બિહાર, બંગાળ, મેઘાલય, અસમ અને ઝારખંડમાં પણ ભારે વરસાદ પડી શકે છે. સિક્કિમમાં બુધવારે જે તબાહી આવી તેણે 14 લોકોના જીવ લીધા અને હજુ પણ સેનાના 22 જવાનો સહિત લગભગ 70 લોકો ગૂમ છે. જેમની શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. વાદળ ફાટ્યા બાદ આવેલી તબાહી ચારેબાજુ જોવા મળી રહી છે.  તીસ્તા નદીનો પ્રલયકારી પ્રવાહ પોતાની સાથે  બહુ જ વહાવી દેવા માટે ઉતાવળો બન્યો હોય તેવું લાગે છે. આવનારા સમયમાં સ્થિતિ ગંભીર જોવા મળી શકે છે. હવામાન ખાતાએ આગામી 48 કલાક માટે એલર્ટ જાહેર કરેલું છે.

સિક્કિમમાં તબાહીનો મંજર
અત્રે જણાવવાનું કે રાતના અંધારામાં વાદળ ફાટ્યું અને જ્યારે સવાર પડી તો ચારેબાજુ તબાહી જ તબાહી જોવા મળી. સેલાબ આવ્યો અને બધુ વહાવીને લઈ જવા લાગ્યો. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજ લ્હોનક ઝીલ ઉપર મોડી રાતે લગભગ દોઢ વાગે વાદળ ફાટ્યું અને ત્યારબાદ લાચેન ઘાટીમાં તીસ્તા નદીમાં અચાનક પૂર આવી ગયું. નદીનું જળસ્તર અચાનક 15થી 20 ફૂટ સુધી વધી ગયું. ત્યારબાદ નદીની આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. અનેક ઘરોમાં પણ નદીનું પાણી ઘૂસી ગયું.

તીસ્તા નદીનું પાણી કાળ બન્યું
એવું લાગે છે જાણે તીસ્તા નદીનું પાણી કાળ બનીને આવી ગયું. નદી નજીકના વિસ્તારમાં જ આર્મી કેમ્પ હતો જે પૂરની ઝપેટમાં આવી ગયો અને વહી ગયો. ત્યાં ઊભેલી અનેક ગાડીઓ ડૂબી ગઈ. 17 સપ્ટેમ્બર અને 28 સપ્ટેમ્બરે લીધેલી તસવીરોમાં લ્હોનક ઝીલનું ક્ષેત્રફળ 162.7 અને 167.4 હેક્ટર જોવા મળી રહ્યું છે. જ્યારે ત્રાસદી બાદની તસવીરથી ખબર પડે છે કે ઝીલનું ક્ષેત્રફળ અડધાથી ઓછું બચ્યું છે અને હવે તેમાં લગભગ 60.3 હેક્ટર વિસ્તારમાં પાણી જોવા મળી રહ્યુ છે. એટલે કે લ્હોનક ઝીલના 105 હેક્ટરમાં ભરાયેલું પાણી વહી ગયું અને પૂરપાટ ઝડપે તે પાણી સિક્કિમના નીચાણવાળા વિસ્તારોમાં ગયું જેનાથી ભયંકર તબાહી મચીજ્યારે પુરમાં ગૂમ થયેલા લોકોને શોધવા માટે સેના તરફથી રેસ્ક્યૂ એભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જ્યારે 4 હજારથી વધુ લોકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા છે.

નેશનલ હાઈવે ધોવાઈ ગયો
તીસ્તા નદીમાં જળસ્તર વધવાથી કલિમ્પોંગ, દાર્જિલિંગ, અલીપુરદ્વાર અને જલપાઈગુ઼ડી સૌથી વધુ પ્રભાવિત થયા છે. સિક્કિમ અને દેશના બાકી ભાગો વચ્ચે મુખ્ય સંપર્ક નેશનલ હાઈવે 10 પણ અનેક જગ્યાએ ધોવાઈ ગયો છે. ભારે વરસાદના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં સમસ્યા આવી રહી છે. હજુ પણ વધુ ભારે વરસાદની આશંકા છે. સિક્કિમમાં બગડેલી સ્થિતિ વચ્ચે સીએમ પ્રેમસિંહ તમાંગ પણ પૂર  પ્રભાવિત વિસ્તારોની સમીક્ષા કરવા પહોંચ્યા. સીએમએ રેસ્ક્યૂ ઓપરેશન તેજ કરવાના નિર્દેશ આપ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ પણ મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ સાથે વાતચીત કરી. તેમને મદદનો ભરોસો આપ્યો.


Related Posts