સોહેલ ખાનની એકસ વાઇફે કોર્ટમા છુટાછેડા સમયની ઘટના વર્ણાવી કહ્યુ કે મને તો એમ લાગ્યુ કે ….

By: nationgujarat
21 Apr, 2025

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એકટર અને એકટ્રેસના લગ્ન થવા ત્યાર બાદ તલાકના સમાચાર આવવા તે નવી વાત નથી અને આવા સ્ટાર જ્યારે આમ જનતાના દિલો દિમાગમા વસેલા હોય છે તેમનું જોઇને પણ આજની પેઢી હવે સહન કરવાની જગ્યાએ તલાક લેવા પર પહોંચી જાય છે જાણે કે તલાક લેવા એટલે સાવ સરળ હોય. ખેર આજે એક એવાજ એકટર કે જે ના નામથી અડઘી મુવી હિટ થઇ જતી હોય છે તેવા ખાન પરિવારની વાત કરીએ તો સોહલ ખાનની એક્સ વાઇફે તલાક સમયે તેની સાથે જે રીતનું વર્તન થયું તેને સ્મરણીને કહ્યુ છે કે કોર્ટમાં જવું સહેલુ નથી આપણે કોઇ મોટો ગુન્હો કર્યો હોય તેમ લાગે.

સોહેલ ખાનની એક્સ વાઇફ સિમા સજદેહ અને ઇમરાન ખાનની એક્સ વાઇસ અંવતિકા મલિકે એક ઇન્ટરવ્યુમાં કોર્ટમા છુટા છેડાની વાત કરતા જણાવ્યું કે, કોર્ટમાં જ્યારે તલાક અંગે કેસ ચાલતો હતો તે સમય ઘણો કપરો હતો. આપણે સાવ નાના વ્યક્તિ હોય તેવો અનુભવ થયો હતો.

સિમા સજદેહે કહ્યુ કે  કોર્ટમાં જે રીતે તમારુ નામ બોલવમાં આવે ત્યારે આપણને લાગે કે રેલ્વે સ્ટેશન પર આપણે હોઇએ ને આપણુ નામ બોલતા હોય તેમ લાગે. જોર જોરથી તમારુ નામ બોલે અને લોકો તમને ગુન્હાની નજરથી જોતા હોય.

આ પછી જેનીશ સ્કવોશે કહ્યુ કે. મારા કેસમાં જ્યારે હું કોર્ટ ગઇ ત્યારે પછીની ઘટનાથી જયારે પણ મને લગ્ન કરવાનો વિચાર આવે તો કોર્ટના એ દિવસો હું યાદ કરી લઇશ. સિમા સજદેહએ ફેશન ડિઝાઇનર વિક્રમ આહુજા સાથે સગાઇ કરી હતી અને તે સગાઇ તોડી તેને સોહલ ખાન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી તેઓ બે બાળકોના માતા બન્યા અને 24 વર્ષના લગ્ન સમય પછી તેઓએ તલાક લીધા.


Related Posts

Load more