AUS vs SA, Highlights: ઓસ્ટ્રેલિયા સામે દક્ષિણ આફ્રિકાનો શાનદાર વિજય

By: nationgujarat
12 Oct, 2023

લખનૌ: ICC ODI વર્લ્ડ કપ 2023ની 10મી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 134 રનથી હરાવ્યું. ટૂર્નામેન્ટમાં દક્ષિણ આફ્રિકાની આ સતત બીજી શાનદાર જીત છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા ક્વિન્ટન ડી કોકની સદી અને કેપ્ટન એડન માર્કરામની અડધી સદીની મદદથી નિર્ધારિત 50 ઓવરની રમતમાં 7 વિકેટે 311 રન બનાવ્યા હતા, પરંતુ જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 40.5 ઓવરમાં 177 રન સમેટાઇ ગઇ

દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર રબાડાએ લક્ષ્યનો પીછો કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમ સામે તેની ઝડપી બોલિંગથી ઓસ્ટ્રલિયાને હરાવવમાં મોટી ભુમિકા નિભાવી . રબાડાએ 8 ઓવરમાં માત્ર 33 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. રબાડા ઉપરાંત માર્કો જેન્સન, તબરેઝ શમ્સી અને કેશવ મહારાજે પણ બે-બે વિકેટ લીધી હતી.

સાઉથ આફ્રિકાની બોલિંગ સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન મોટી ભાગીદારી કરી ન શક્યા. કાંગારૂ ટીમ તરફથી માર્નસ લાબુશેન એકમાત્ર બેટ્સમેન હતો જેણે 47 રનની ઇનિંગ રમી હતી. આ જ કારણ છે કે આખી ટીમ માત્ર 177 રનના સ્કોર સુધી જ સિમિત રહી હતી.

ક્વિન્ટન ડી કોકે ઓસ્ટ્રેલિયાને પછાડ્યું

ઓસ્ટ્રેલિયા સામેની આ મેચમાં દક્ષિણ આફ્રિકાના શાનદાર વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે પોતાની શાનદાર બેટિંગથી તબાહી મચાવી હતી. તેણે ટીમ માટે 106 બોલમાં 109 રનની જોરદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 8 ફોર અને 5 સિક્સ પણ ફટકારી હતી. વર્લ્ડ કપ 2023માં ડી કોકની આ સતત બીજી સદી હતી.

ક્વિન્ટને ટેમ્બા બાવુમા સાથે મળીને પ્રથમ વિકેટ માટે 108 રનની શાનદાર સદીની ભાગીદારી કરી હતી. આ પછી ક્વિન્ટને પણ રાસી વાન ડેર ડ્યુસેન સાથે 50 રનની ભાગીદારી કરી હતી. આ પછી તેણે કેપ્ટન માર્કરામની સાથે મળીને ઓસ્ટ્રેલિયન બોલરોને ઉછાળ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી માર્કરામ 44 બોલમાં 56 રન બનાવીને આઉટ થયો હતો.

સ્ટાર્ક અને મેક્સવેલ સૌથી સફળ રહ્યા હતા

દક્ષિણ આફ્રિકા સામેની આ મેચમાં મિચેલ સ્ટાર્ક અને ગ્લેન મેક્સવેલ સૌથી સફળ બોલર રહ્યા હતા. બંનેએ ઇનિંગ્સમાં બે-બે વિકેટ લીધી હતી. આ સિવાય જોશ હેઝલવુડ, પેટ કમિન્સ અને એડમ ઝમ્પાએ પણ એક-એક વિકેટ લીધી હતી.


Related Posts

Load more