PAK VS IND – શું મેચની નકલી ટીકિટ તો તમે નથી ખરિદિ લીધીને ,150 ટીકિટ સાથે એકની ધરપકડ

By: nationgujarat
11 Oct, 2023

Latest Gujarat News Live And Breaking News Today 11 October 2023: 14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની નકલી ટિકિટો સાથે એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ શહેરના 20થી વધુ સ્થળો પર આયકર વિભાગએ દરોડા પાડ્યા છે.14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની નકલી ટિકિટો સાથે એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ યુવક પાસેથી 150 જેટલી નકલી ટિકિટો મળી આવી છે.

સ્વભાવિક છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા સૌ કોઇને ઇચ્છા હોય સ્ટેડિયમ ખચો ખચ રહેશે તેમાં પણ નવાઇ નહી હોય અને હોય પણ કેમ નહી ભારત અને પાકિસ્તાનની મેચ અને તે પણ વિશ્વકકપની અને તે પણ ગુજરાતમાં . આ મેચ અમદાવાદમાં રમાશે આજે ભારત અને અફગાનિસ્તાન વચ્ચે મેચ રમાશે આ મેચ જીત સાથે ભારત બીજી મેચ જીતશે. તો પાકિસ્તાન ગઇકાલે જ શ્રીલંકા સામે 345 રનનો ચેઝ કરી મોટી જીત મેળવી છે આ જીત સાથે પાકિસ્તાનની સતત બે મેચ જીત્યુ છે એટલે તેમના ખિલાડીઓનો વિશ્વાસ બુલંદ છે તો આજે અફઘાનિસ્તાન સામેની મેચમાં પીચ બેટરને ફાયદો પહોચાડશે તો ભારત મોટો સ્કોર ખડગી અફઘાનિસ્તાનને ટુકા સ્કોરમાં આઉટ કરી સતત બીજી મેચ જીતે અને તે પણ સારી રન રેટથી તો ભારતનો વિશ્વાાસ પણ ઉંચો હશે તેથી ભારત અને પાકિસ્તાન સામે કોણ જીતશે તે જોવા સૌને ઉત્સુકતા હોય કારણ કે બંને ટીમ એક બીજા સામે જીતવા માંગતા હોય છે અને આ મેચ જોવાનું કોને મન ન હોય ત્યારે કેટલાક લોકોએ આ સ્થિતિનો ફાયદો લેવા માટે ટીકિટનું ડુપ્લીકેટ કરી લોકોને છેતરવાનું પણ ચુકતા નથી, મેચની ટિકિટ લેવા ક્રિકેટ પ્રેમીઓ ડબલ નહી પણ ત્રણ ગુણા રૂપિયા આપવા તૈયાર છે રૂપિયા ભલે વઘારે હોય પણ મેચ જોવાની તક નથી જવા દેવી અને આ જ સ્થિતિનો ફાયદો લેવા કેટલાક લોકો ટિકિટનું કાળા બજારી તો ડુપ્લીકેટ ટીકિટ વહેંચીને રૂપિયા કમાવવાનો તખ્તો કસે છે તો આવા લોકોથી સાવઘાન રહેજો .


Related Posts

Load more