REAL ESTATE NEWS – અમદાવાદમાં મકાનો મોંઘા થશે? નવી જંત્રીથી મિલકત ખરીદીના ભાવ બમણા થવાના એંધાણ

By: nationgujarat
22 Nov, 2024

REAL ESTATE NEWS- પહેલી એપ્રિલ 2025થી અમલમાં મૂકવામાં આવનારી જંત્રીમાં મિલકતો પરના દરમાં 100થી 200 ટકાનો વધારો થઈ રહ્યો હોવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જેથી બિલ્ડર તથા ડેવલોપર્સ ખરીદીને લેવાની થતી ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ (FSI) ખરીદવા માટે બમણા કે ત્રણ ગણા ચાર્જ આપવા પડશે. તેથી મકાનો અને કોમર્શિયલ પ્રોપર્ટીના ભાવ વધી જવાની સંભાવના છે.

નવી જંત્રી અમલમાં આવી જતાં નાણાંમાં 100થી 200 ટકાનો વધારો થશે

મકાન બાંધવા માટે જમીનના કદ અને ઝોન પ્રમાણે મળતી એફએસઆઈ ઉપરાંતની એફએસઆઈ ખરીદવી પડે છે. જંત્રીના જે જગ્યાએ દર 15000 રૂપિયા હોય તેના પર અત્યારે એફએસઆઈ ખરીદવા માટે 30 ટકા વધુ ચૂકવવા પડે છે. પરંતુ નવી જંત્રી અમલમાં આવી જતાં તેમણે ચૂકવવાના થતાં નાણાંમાં 100થી 200 ટકાનો વધારો થશે.


Related Posts

Load more