રવિ બિશ્નોઈએ ના સિતારા ચમકયા છે હવે ICCમાં પણ લેવાઇ નોંધ જાણો

By: nationgujarat
06 Dec, 2023

ભારતના યુવા લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈએ ઓસ્ટ્રેલિયા સામેની તાજેતરની શ્રેણીમાં તેના શાનદાર પ્રદર્શનને કારણે ICC (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) T20 ઈન્ટરનેશનલ બોલિંગ રેન્કિંગમાં પાંચ સ્થાનની છલાંગ લગાવી છે. બિશ્નોઈએ ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં સમાપ્ત થયેલી શ્રેણીમાં પાંચ મેચમાં નવ વિકેટ ઝડપી હતી. 23 વર્ષીય બિશ્નોઈના 699 રેટિંગ પોઈન્ટ્સ છે, આ રીતે અફઘાનિસ્તાનના સ્પિનર ​​રાશિદ ખાન (692 પોઈન્ટ)ને ટોચ પરથી પાંચ સ્થાને હટાવી દીધા છે.

શ્રીલંકાના સ્પિનર ​​વાનિન્દુ હસરાંગા અને ઈંગ્લેન્ડનો આદિલ રાશિદ 679 પોઈન્ટ સાથે સંયુક્ત ત્રીજા સ્થાને છે. શ્રીલંકાના મહિષ તિક્ષાના (677 પોઈન્ટ) ટોપ પાંચ બોલરોમાં સામેલ છે. રમતના આ ટૂંકા ફોર્મેટમાં ટોચના 10માં બિશ્નોઈ એકમાત્ર બોલર છે, જ્યારે અક્ષર પટેલ નવ સ્થાનની છલાંગ લગાવીને 18માં સ્થાને પહોંચી ગયો છે.

ટી20 ઈન્ટરનેશનલ સિરીઝમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતને 4-1થી જીત અપાવનાર કેપ્ટન સૂર્યકુમાર યાદવ બેટ્સમેનોની રેન્કિંગમાં ટોચ પર છે, જ્યારે ઓપનિંગ બેટ્સમેન રુતુરાજ ગાયકવાડ એક સ્થાન સરકીને સાતમા સ્થાને આવી ગયો છે. હાર્દિક પંડ્યા ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં રમી શક્યો ન હોવા છતાં ઓલરાઉન્ડર ખેલાડીઓની યાદીમાં ત્રીજું સ્થાન જાળવી રાખ્યું છે.

ટીમ ઈન્ડિયા માટે 21 T20 રમી ચૂક્યો છે

રવિ બિશ્નોઈએ ભારતીય ક્રિકેટ ટીમ માટે 21 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે પોતાની શાનદાર બોલિંગથી 34 વિકેટ ઝડપી છે, જ્યારે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માત્ર 16 રનમાં 4 વિકેટ લેવાનું છે.


Related Posts

Load more