Ration Card eKYC Online: ભારત જેવા વિશાળ દેશમાં આજે પણ કરોડો લોકો એવા છે, જેમને બે ટંક પુરતુ ખાવાનું પણ નથી મળતુ. આવા લોકોને રાશન કાર્ડ દ્વારા સરકાર નજીવા દરે અનાજ આપે છે. અત્યારે ગુજરાતમાં ઠેર-ઠેર રાશન કાર્ડ હાં તમે સાચુ સાંભળ્યુ E-KYC માટે તમારે સરકારી કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી. જો તમારા આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હશે, તો તમે ઘરે બેઠા-બેઠા તમારા મોબાઈલ દ્વારા E-KYC કરી શકો છો. આ માટે આધાર કાર્ડ અને મોબાઈલ લિંક હોય તે જરૂરી છે, કારણ કે સમગ્ર પ્રોસેસ દરમિયાન OTP તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર જ આવશે. તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણી લઈએ…સાથે આધાર કાર્ડ E-KYC કરાવવા માટે લોકો સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ શું તમે જાણો છો આ સમગ્ર પ્રક્રિયા તમે ઘરે બેઠા-બેઠા પણ કરી શકો છો.
સૌ પ્રથમ તમારા મોબાઈલમાં ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને માય રાશન એપ (My Ration App) અને ફેસ રીડર એપ્લિકેશન ડાઉનલોડ કરો
હવે પ્રોફાઈલમાં જઈ પાસવર્ડ સેટ કરીને રાશન કાર્ડ સાથે લિન્ક કરો
જે બાદ હોમ પર પર જશો, ત્યારે તમને Aadhaar eKYC નો ઑપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો
નવી વિન્ડો ખુલશે, જેમાં આધાર ફેસ રીડરની લિંક આપેલી હશે. જેના પર ક્લિક કરતા ચેક બોક્સ ખુલશે, જેમાં કાર્ડની વિગતો મેળવવાની રહેશે
હવે નવી વિન્ડો ઑપન થાય તેની નીચે કૉડ આપેલો હશે. જે બાજુમાં રહેલા ખાનામાં નાંખવાનો રહેશે. હવે તમે જે રાશન કાર્ડ લિંક કર્યું છે, તેનો નંબર તેમજ કાર્ડના સભ્યોની વિગત જોવા મળશે.
હવે નવી એક નાની વિન્ડો ખુલશે, જેમાં કાર્ડના સભ્યોના નામ તેમજ તેની સામે eKYC થયું છે કે તેની વિગતો દેખાશે
હવે ચેકબોક્સ પર ક્લિક કરીને OTP જનરેટ કર્યા બાદ વેરિફાઈ કરી દો.
જે બાદ આધાર ફેસ રીડર એપ ખુલી જશે. જેમાં જે વ્યક્તિનું વેરીફાઈ કરવાનું હશે, તેની સેલ્ફી લેવી પડશે. આ સમયે તમારે તમારી આંખો બ્લિંક કરવાની રહેશે.
હવે ચેક બોક્સ પર ક્લિક કરીને સબમીટ કરી દો, જેથી સક્સેલફૂલનો મેસેજ મળશે.