સુરત-રાજકોટને મળ્યા નવા મેયર:રાજકોટમાં નયના પેઢડિયા મેયર,સુરતમાં દક્ષેશ માવાણી મેયર

By: nationgujarat
12 Sep, 2023

સુરત મહાનગરપાલિકાના 38માં મેયર પદે દક્ષેશ માવાણી જાહેર થયા છે. જ્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે રાજન પટેલ, દંડક ધર્મેશ વાણયાવાળા, ડેપ્યુટી મેયર તરીકે નરેશ પાટીલ, શાસક પક્ષના નેતા તરીકે શશી ત્રિપાઠીની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે રાજકોટમાં મેયર પદ માટે નયનાબેન પેઢડિયાને જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે મેયર પદની રેસમાં છેલ્લે સુધી જ્યોત્સના ટીલાળાનું નામ ચાલી રહ્યું હતું. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયમીન ઠાકરની નિમણૂક કરવામાં આવી છે.

પ્રથમ વખત પ્રદેશના નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી
રાજકોટ મનપાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે પ્રથમ વખત પ્રદેશના નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રદેશના નેતાઓ દ્વારા પદાધિકારીઓ અને નગરસેવકોને સાંભળી અપેક્ષિતોને બોલાવી રીવ્યુ સાથે સેન્સ લેવામાં આવી હતી. રોટેશન મુજબ મેયર પદ પર મહિલા અનામત હોવાથી મહિલા મેયર બનશે એ વાત નક્કી છે. રાજકોટના નવા મેયર તરીકે છેલ્લા 15 દિવસથી 6 નામો ચર્ચામાં હતા. જેમાં હાલ ડૉ. દર્શના પંડ્યા, જ્યોત્સના ટીલાળા, નયના પેઢડિયા, ભારતી પરસાણા, વર્ષા રાણપરા અને પ્રીતિ દોશીના નામનો સમાવેશ થાય છે. પરંતુ હાલ તો રાજકોટમાં મેયર પદ માટે પાટીદાર મહિલાનું નામ અગ્રસ્થાને ચાલી રહ્યું છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે શિક્ષિત અને સ્વચ્છ ચહેરાને સ્થાન અપાશે
રાજકોટના નવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે મનીષ રાડિયા, જયમીન ઠાકર, નેહલ શુક્લ, દેવાંગ માંકડ, અશ્વિન પાંભર અને ચેતન સુરેજાના નામો છેલ્લા 15 દિવસથી ચર્ચાઇ રહ્યા છે. જેની સામે બ્રાહ્મણ સમાજને ધ્યાનમાં રાખી રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે શિક્ષિત અને સ્વચ્છ ચહેરાને સ્થાન આપવામાં આવશે જેમાં જયમીન ઠાકર અને દેવાંગ માંકડનું નામ મોખરે છે. જ્યારે ડેપ્યુટી મેયર માટે નીતિન રામાણી, ડૉ.અલ્‍પેશ મોરઝરીયા, અને પરેશભાઇ પીપળીયાના નામો ચર્ચાઈ રહ્યા છે. જોકે મેયર પદ પર પાટીદારને સ્થાન આપવામાં આવે તો ડેપ્યુટી મેયર પદ પર ડૉ.અલ્પેશ મોરઝરિયાનું નામ નક્કી થવાની શક્યતા છે.

નયના પેઢડીયા પાર્ટી અને સરકારની ગુડ બુકમાં સ્થાન ધરાવે છે
રાજકોટના મેયર પદ પર નયના પેઢડીયાનું નામ મોખરે ચાલી રહ્યું છે. જેઓ હાલ વોર્ડ નંબર-4ના કોર્પોરેટર છે અને અગાઉ રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓ પાર્ટી અને સરકારની ગુડ બુકમાં સ્થાન ધરાવે છે. આ ઉપરાંત સંગઠનમાં સતત સક્રિય રહેવાના કારણે તેઓનું નામ મેયર પદ માટે આગળ ચાલી રહ્યું છે.

 


Related Posts

Load more