Rajasthan Election 2023 – મતદાન વધાવાથી રાજસ્થાનમાં કોંગ્રેસ કે ભાજપ કોની સરકાર બનશે ?

By: nationgujarat
26 Nov, 2023

Rajasthan Assembly Election 2023 News: રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં આ રેકોર્ડબ્રેક મતદાનથી રાજકીય પક્ષોના હૃદયના ધબકારા વધી ગયા છે. મતદાન બાદ રાજકીય વર્તુળોમાં એક જ ચર્ચા છે કે આ મતદાનના કયા સંકેતો છે? ગેહલોત સરકાર રિપીટ થશે કે પછી ભાજપને સત્તા મળશે. રાજસ્થાનમાં લડાઈ અને ગોળીબાર વચ્ચે 25 નવેમ્બરે મતદાન થયું હતું. 199 વિધાનસભા બેઠકો માટે ઘણી જગ્યાએ મોડી રાત સુધી લોકો કતારોમાં ઉભા જોવા મળ્યા હતા.રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 74.13 ટકા મતદાન થયું હતું. જેસલમેરના પોખરણમાં સૌથી વધુ 87.79 ટકા અને તિજારામાં 85.15 ટકા મતદાન થયું હતું. જ્યારે સૌથી ઓછો મારવાડ જંકશનમાં 61.10 ટકા અને આહોરમાં 61.19 ટકા હતો.

શાસક કોંગ્રેસ અને મુખ્ય વિરોધ પક્ષ ભાજપના નેતાઓએ દિવસ દરમિયાન મીડિયા સાથે વાત કરતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમની પાર્ટીને જનાદેશ મળશે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે જોધપુરમાં કહ્યું કે કોંગ્રેસ વિરુદ્ધ સત્તા વિરોધી લહેર નથી અને પાર્ટી રાજ્યમાં ફરીથી સરકાર બનાવશે. તેમણે કહ્યું, “એવું લાગે છે કે એક “અંડરકરંટ” છે. એવું લાગે છે કે (કોંગ્રેસ) સરકાર ફરીથી બનશે.”

પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ઝાલાવાડમાં મીડિયા સાથે વાત કરતા સીએમ ગેહલોતના “અંડરકરન્ટ” વિશેના નિવેદન પર કટાક્ષ કરતા કહ્યું, “હું તેમની સાથે સહમત છું. વાસ્તવમાં “અંડરકરન્ટ” છે, પરંતુ તે ભાજપની તરફેણમાં છે. 3 ડિસેમ્બરે કમલ. (ભાજપનું ચૂંટણી ચિન્હ) ખીલશે.” જોધપુરમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું, “ભાજપ પ્રચંડ બહુમતી સાથે સત્તામાં આવી રહી છે. આ વખતે લોકો મહિલાઓ સામેના ગુનાઓ, પેપર લીક અને કોંગ્રેસના પાંચ વર્ષના શાસન દરમિયાન થયેલા ભ્રષ્ટાચારને ધ્યાનમાં રાખીને મતદાન કરશે.” તે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય ઘણા નેતાઓએ રાજસ્થાનના લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી હતી.

મોટા નેતાઓએ  સંબંધિત બૂથ પર મતદાન કર્યુ
મતદાન દરમિયાન રાજ્યપાલ કલરાજ મિશ્રા, મુખ્યમંત્રી ગેહલોત, કેન્દ્રીય મંત્રીઓ શેખાવત અને કૈલાશ ચૌધરી, પૂર્વ મુખ્યમંત્રી રાજે અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે પણ મતદાન કર્યું હતું. ગેહલોત અને શેખાવતે જોધપુરમાં, ચૌધરીએ બાલોત્રામાં, રાજે ઝાલાવાડમાં અને પાયલટે જયપુરમાં મતદાન કર્યું હતું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીપી જોશીએ ચિત્તોડગઢમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને પાર્ટીના સાંસદો દિયા કુમારી અને રાજ્યવર્ધન સિંહ રાઠોડે જયપુરમાં મતદાન કર્યું હતું. દિયા કુમારી અને રાજ્યવર્ધન સિંહ રાઠોડ એ સાત ભાજપના સાંસદોમાં સામેલ છે જે વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે.


Related Posts

Load more