રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. અમદાવાદમાં વહેલી સવારે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં સેટેલાઈટ, પ્રહલાદનગર, મકરબા, વેજલપુર, એસજી હાઇવે, જોધપુર, શ્યામલ, ગોતા, ચાંદલોડિયા, જગતપુર, ચાંદખેડા, મોટેરા, પાલડી, વાસણા, આશ્રમરોડ, વાડજ, ઉસ્માનપુરા, અખબારનગર અંડરપાસ બ્રિજ, માધુપુરા અને દૂધેશ્વર વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આથી રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ચાંદખેડા, જગતપુરમાં ધોધમાર વરસાદ
આ ઉપરાંત એસજી હાઈવે, ન્યુ રાણીપ, ચેનપુર, રાણીપ, સાબરમતી, વંદે માતરમ રોડ, શાહીબાગ, શાહપુર ઇન્કમટેક્સ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ચાંદખેડા, જગતપુર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
પશ્ચિમ અમદાવાદમાં અડધો ઈંચ વરસાદ પડ્યો
મંગળવારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં માત્ર રામોલમાં જ્યારે પશ્ચિમ વિસ્તારમાં બોપલ, મકતમપુરા, વેજલપુર, આંબલી સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. શહેરના બાકી વિસ્તારોમાં છુટાછવાયા વરસાદી છાંટા અને ઝાપટુ પડ્યું હતું. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી.