રાહુલ ગાંઘીને લઇ મહત્વના સમાચાર – સજા પર રોક

By: nationgujarat
04 Aug, 2023

રાહુલ ગાંઘીને મોદી સરનેમ પર ચાલી રહેલા કેસ મામલે મોટી રાહેત મળી છે. સુપ્રિમ કોર્ટથી રાહુલ ગાંઘીને રાહત મળી છે. ટ્રાયલ કોર્ટે અધિકત્મ સજા આપવાનું નથી જણાવ્યું.

પ્રીમ કોર્ટમાં આજે મોદી સરનેમ માનહાનિ કેસમાં સુનાવણી ચાલી રહી છે. રાહુલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ ​​​​​​કહ્યું હતું કે માનહાનિનો કેસ દાખલ કરનાર પૂર્ણેશ મોદીની અસલી અટક મોદી નથી, પરંતુ તેમણે બાદમાં પોતાની અટક બદલી છે. અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીનો પક્ષ રજૂ કર્યો હતો. સિંઘવીએ કહ્યું હતું કે રાહુલ ગાંધી પર લાગેલા આરોપ જામીનપાત્ર છે.

ભાષણોમાં ગાંધીજીનું નામ લેવા બદલ એકપણ વ્યક્તિએ કેસ કર્યો નથી. 13 કરોડ લોકોનો આ નાનો એવો મોદી સમુદાય છે. એમાં કોઈ એકરૂપતા નથી. આમાં જે લોકો રાહુલના નિવેદન પર નારાજ છે અને કેસ દાખલ કરી રહ્યા છે તેઓ ભાજપ સાથે સંકલાયેલા છે, જે આશ્ચર્યજનક વાત છે.

રાહુલના કેસની સુનાવણી જસ્ટિસ બીઆર ગવઈ, પીએસ નરસિમ્હા અને સંજય કુમારની બેન્ચ કરી રહી છે. રાહુલ ગાંધીએ તેમની સજા પર સ્ટે આપવાની માગ કરી છે. ગુજરાત હાઈકોર્ટે માનહાનિના કેસમાં રાહુલની બે વર્ષની સજા પર પ્રતિબંધ લગાવવાનો ઈનકાર કર્યો હતો.

મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી રહી છે. 23 માર્ચે ગુજરાતની સેશન્સ કોર્ટે રાહુલને બે વર્ષની જેલની સજા ફટકારી હતી, જેના કારણે રાહુલે સાંસદ પદ ગુમાવ્યું હતું. બાદમાં તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. ત્યાં પણ તેમને રાહત ન મળી. 7 જુલાઈના રોજ ગુજરાત હાઈકોર્ટે તેના ચુકાદામાં બે વર્ષની સજાને યથાવત્ રાખી હતી. આખરે 15 જુલાઈના રોજ રાહુલે સજા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.


Related Posts

Load more