આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી Narendra Modi આવશે ગુજરાત

By: nationgujarat
26 Jul, 2023

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આવતીકાલ(ગુરૂવાર)થી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. બે દિવસ દરમિયાન તેઓ અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. તો અનેક કાર્યક્રમ લોકાર્પણ અને ઉદ્ઘાટન સહિતના કામ કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 જુલાઈએ હિરાસર એરપોર્ટનું (Hirasar Airport) લોકાર્પણ કરવાના છે. તો સૌરાષ્ટ્રને SAUNI યોજનાના 2 પ્રોજેક્ટની ભેટ પણ આપવાના છે. સાથે જ PM મોદી ગાંધીનગરમાં ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું કરશે ઉદ્ધાટન કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતનો સમગ્ર કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 જુલાઈએ રાજકોટમાં હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કરવાના છે. લોકાર્પણ બાદ તેઓ જાહેરસભાને સંબોધવાના છે. તો સંબોધન બાદ તેઓ ગાંધીનગર જવા રવાના થશે. સર્કિટ હાઉસમાં તેઓ CM ભૂપેન્દ્ર પટેલ સહિત પ્રધાનમંડળ સાથે ડિનર કરવાના છે. પ્રદેશ પ્રમુખ સહિત પક્ષના હોદ્દેદારો આ સમયે હાજર રહેવાના છે. નવી સરકાર બાદ રાજ્યના પ્રધાનો સાથે તેઓ પ્રથમ બેઠક કરવાના છે. PM મોદી 28 જુલાઈએ ત્રિદિવસીય દિવસીય સેમિકોન સમિટનું ઉદ્ઘાટન કરશે. મહાત્મા મંદિર ખાતે ‘સેમિકોન ઇન્ડિયા’ સમિટ યોજાવાની છે.

શું છે હિરાસર એરપોર્ટની ખાસિયત

27 જુલાઈએ વડાપ્રધાન મોદી જે હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કરવાના છે તે રૂ.1,400 કરોડના ખર્ચે તૈયાર થયું છે. 2,500 એકરમાં હિરાસર એરપોર્ટનું નિર્માણ થયું છે. હિરાસર એરપોર્ટના વિકાસ માટે 1,500 એકર જમીન આપવામાં આવી હતી. જે પછી એરપોર્ટમાં 250 એકર ગ્રીન ઝોન, 524 એકર જમીન મુસાફરોની સુવિધા માટે વિકસાવાવાઇ છે. કુલ 250 એકર જમીનમાં એરપોર્ટનું એવિએશન પાર્ક તૈયાર કરવામાં આવ્યુ છે.

સૌરાષ્ટ્રને મળશે SAUNI યોજનાના 2 પ્રોજેક્ટની ભેટ

વડાપ્રધાનના હસ્તે સૌરાષ્ટ્રને SAUNI યોજનાના 2 પ્રોજેક્ટની ભેટ મળશે. જેના થકી 95 ગામોની 52,398 એકર જમીનને સિંચાઈનો લાભ મળશે. 98 હજાર લોકોને પીવા માટે નર્મદાના નીર ઉપલબ્ધ થશે. અત્યાર સુધીમાં SAUNI યોજનાનું 95 ટકા કામ પૂર્ણ થયુ છે. 115 જળાશયોમાંથી 95 જળાશયો યોજના સાથે જોડાયા છે. આશરે 6.50 લાખ એકર વિસ્તારમાં સિંચાઈનો લાભ ખેડૂતોને મળવાનો છે. લગભગ 80 લાખની વસ્તીને નર્મદાનું પાણી મળી રહ્યું છે.

સેમિકન્ડક્ટર હબ બનશે ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 જુલાઇએ ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ગાંધીનગરમાં ઉદ્ધાટન કરશે. ગાંધીનગરમાં સેમિકન્ટક્ટર્સની અત્યાધુનિક ટેક્નોલોજી અંગે પ્રદર્શન યોજાવાનું છે. ગુજરાતના આંગણે દિગ્ગજ કંપનીઓ આવવાની છે. કેન્દ્રીય પ્રધાનો પણ આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે દેશમાં રોકાણની તકો અંગે પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવશે. ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી રજૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનવા જઇ રહ્યુ છે. રૂ.22,500 કરોડના ATMP પ્રોજેક્ટની સ્થાપના માટે MoU કરવામાં આવશે. ATMP સુવિધા શરૂ કરવા સાણંદની પસંદગી કરાઇ છે.


Related Posts