2014 પહેલા ભારતમાં માત્ર બે મોબાઇલ મેન્યુફેક્ચરિંગ યુનિટ હતા આજે 200 થી પણ વધુ છે – PM

By: nationgujarat
28 Jul, 2023

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) હસ્તે ગાંધીનગરમાં ‘સેમિકોન ઇન્ડિયા 2023’નું ઉદ્ઘાટન કર્યુ. સાથે જ તેમણે સેમિકોન ઇન્ડિયા 2023ના (Semicon India 2023) પ્રદર્શનને નિહાળ્યુ હતુ. જે પછી તેમણે આ કાર્યક્રમમાં સંબોધન કર્યુ હતુ

PMએ જણાવ્યું કે, સેમિકોન ઇન્ડિયાના માધ્યમથી ઇન્ડસ્ટ્રી સાથે,એક્સપર્ટ સાથે, પોલીસી મેકર સાથે સબંધ અપડેટ  થાય છે. સબંધોના સીંક્રોનાઇઝેશન માટે આ કાર્યક્રમ મહત્વનો છે. ગુજરાતની યુવા પેઢી સેમિકંડકટરની પ્રદર્શની જોવા અચુક જાય તે માટે અપીલ કરી. પહેલા લોકો  સેમિકંડકટર સેક્ટરમાં શા માટે રોકાણ કરે તે માટે સવાલ કરતા હતા અને આજે એક વર્ષ પછી સવાલ બદલાયો છે કે ભારતમાં કેમ નહી ? દેશની જનતાએ ભારતની તાકાત સાથે તેમના સ્વપ્નોને જોડયું છે અને ભારત કોઇને નિરાશ નથી કરતું. ભારતની ડેમોક્રેસી અને ડેમોક્રોફી, ભારત તરફથી મળતું ડિવિડંડ તમારા ધંધાને પણ ડબલ થી ત્રીપલ કરશે. સેમિકંડકટર સેકટરમાં થોડાક  વર્ષો પહેલા ભારત સેમિકંડકટર સેકટરમાં ઉભરી રહ્યુ હતું પરંતુ આજે ગ્લોબલ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરીંગમાં ભારતનો શેર ઘણો વધી ગયો છે. ભારતના લોકો ટેક ફ્રેન્ડલી પણ છે અને ટેકનોલોજી ઝડપથી શીખી શકે છે. ભારતમાં આજે સસ્તો ડેટા  ગામડે ગામડે પહોંચી રહ્યો છે. ભારતમાં એક મોટો વર્ગ એવો છે કે જેમણે બેસિક હોમ એપ્લાઇન્સનો ઉપયોગ નથી કર્યો પરંતુ તે ઇન્ટર કનેકટેડ સ્માર્ટ ડિવાઇઝનો ઉપયોગ કરશે.  ભારતમાં યુવાનોનો એક વર્ગ એવો છે કે જેમણે કયારેય બેસીક બાઇક નથી ચલાવ્યુ પણ તેઓ સીધા સ્માર્ટ ઇલેકટ્રીક મોબેલીટીનો ઉપયોગ કરશે. ભારતમાં વધતો નિયો મીડલક્લાસ ઇન્ડયન એક્સપ્રેસશનો પાવર હાઉસ બન્યુ છે.

દુનિયાના દેશોમાં ભારત પર વિશ્વાસ વધતો જાય છે

ભારતમાં ટેકનોલોજીનો ઝડપી વિસ્તાર થઇ રહ્યો છે. જે પણ વ્યકિત દુનિયાની સૌથી વાઇબ્રન્ટ અને યુનિફાઇડ માર્કેટનો હિસ્સો બનવા માંગે છે તેનો ભરોસો ભારત પર છે. ભારત ગ્લોબલ જવાબદારીને સમજે છે તે માટે અન્ય દેશો સાથે મળી વ્યાપક રોડમેપ પર કામ કરી રહ્યુ છે અને એટલે ભારતમાં વાઇબ્રન્ટ સેમિકંડકટર ઇકોસિસ્ટમ નિર્માણ પાછળ પુરી તાકાત લગાવી રહ્યુ છે. 300 થી વધુ એવી કોલેજો ની ઓળખ કરવામાં આવી છે જ્યા સેમિકંડકટર માટે કોર્ષ શિખવાડવામાં આવશે. ભારતમાં એક લાખથી વધુ ડિઝાઇન એન્જિનયર તૈયાર થશે. ભારતે નવી મેન્યુફેકચરિંગ ઇન્ડસ્ટ્રી માટે ટેક્સમા રાહતની પણ જાહેરાત કરી છે. આજે ભારત દુનિયાનુ સૌથી ઓછુ કોર્પોરેટ ટેક્સ વાળા દેશોમાંનું એક છે. ટેક્સેશન પ્રોસેસને કેશલેસ અને સિમલેસ બનાવ્યું છે. ભારત સેમિકંડકટર ઇન્ડસ્ટ્રી માટે રેડ કાર્પેટ પાથરી રહ્યુ છે. સેમિકંડકટર  ક્ષેત્રના ગ્રોથને ગતી આપવા સરકાર સતત પોલીસી રીફોર્મ કરી રહ્યુ છે. ભારતની સ્કીલ, કેપેસીટી ,કેપેબલીટીનો સમગ્ર દુનિયાને લાભ મળે તે દિશામાં કામ કરવામાં આવી રહ્યુ છે.

2014માં ભારતમાં 25 કરોડ ઇન્ટરનેટ કનેકશન હતા

ભારત પહેલા મોબાઇલ ફોન વિદેશથી મંગાવતું પણ આજે ભારત દુનિયાના સૌથી બેસ્ટ મોબાઇલ ફોન બનાવી રહ્યું છે અને એક્સપોર્ટ કરી રહ્યુ છે. 2014 પહેલા ભારતમાં માત્ર બે મોબાઇલ મેન્યુફેક્ચરિંગ યુનિટ હતા અને આજે 200 થી પણ વધુ છે. 2014માં ભારતમાં 25 કરોડ ઇન્ટરનેટ કનેકશન હતા અને આજે 85 કરોડથી પણ વધુ  છે આ આંકડો સેમિકોન ઇન્ડસ્ટ્રીની વધતી માંગનું ઇન્ડીકેટર છે.  પહેલાની ઔધોગિક ક્રાંતી અમેરિકા  હતી આજે ચૌથી ઔધિગીક ક્રાંતી ભારત છે. આજે ભારત દુનિયાનો એ દેશ છે કે જ્યા એક્સટ્રીમ પોવર્ટી ખતમ થઇ રહી છે.

રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના દુરગામી વિઝનથી ભારત ઉદ્યોગક્ષેત્રે નવી ઉંચાઇ પ્રાપ્ત કરી રહ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના આત્મનિર્ભર ભારતના સંકલ્પના કારણે એવા ઘણા કામો પુરા થતા જોઇ રહ્યા છીએ જે પહેલા અસંભવ લાગતા હતા જેમાં સેમિકંડકટર નો પણ સમાવેશ છે. સેમિકન્ડક્ટર મેમરી ચિપ મેન્યુફેક્ચરિંગ માં અગ્રણી કંપની મનાતી માઇક્રોન ટેકનોલોજી ભારતમાં અને તે પણ ગુજરાતમાં ચીપનું ઉત્પાદન કરશે. સેમિકંડકટરની મેન્યુફેકચરિંગ યુનિટ ભારતમાં સૌથી પહેલા ગુજરાતમાં શરૂ થાય છે તે દરેક ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત દેશનું મેન્યુફેક્ચરિંગ હબ, ઓટો હબ અને વર્લ્ડ ક્લાસ લોજેસ્ટીક ઇન્ફાસ્ટ્રકચર ઉપલબ્ધ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો સંકલ્પ છે કે ભારત સેમિકંડકટર હબ તરીકે વિશ્વના દેશોમાં ઉભરે તે સંકલ્પ સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા ખાસ સેમિકંડકટર પોલીસી તૈયાર કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં ભારત ઝડપથી સેમિકંડકટર સેકટરમાં ગ્લોબલ પ્લેયર તરીકે ઝળહળશે.


Related Posts