પીએમ મોદીની જનતાને ગેરેંટી, આ કામ તો થઇ જશે.

By: nationgujarat
26 Jul, 2023

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સાંજે નવી દિલ્હીમાં પુનઃવિકાસિત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન-કમ-કન્વેન્શન સેન્ટર (IECC)નું ઉદ્ઘાટન કર્યું. તેને ‘ભારત મંડપમ’ નામ આપવામાં આવ્યું છે. સિક્કા અને ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. વહેલી સવારે તેમણે હવન અને પૂજા કરી હતી. કન્વેન્શન સેન્ટરને રૂ. 2,700 કરોડના ખર્ચે રિડેવલપ કરવામાં આવ્યું છે.

આ કન્વેન્શન સેન્ટરમાં 9 અને 10 સપ્ટેમ્બરના રોજ 18મી G-20 બેઠક યોજાશે. સરકારી એજન્સી ઈન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન એટલે કે આઈટીપીઓનું આ સંકુલ 123 એકરમાં ફેલાયેલું છે. IECC એ વિશ્વના અગ્રણી પ્રદર્શન અને સંમેલન કેન્દ્રોમાંનું એક છે. આ સંકુલ દેશનું સૌથી મોટું MICE (મીટિંગ્સ, ઇન્સેન્ટિવ્સ, કોન્ફરન્સ અને એક્ઝિબિશન) કેન્દ્ર છે.

આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વનો સૌથી મોટો સોલાર વિન્ડ પાર્ક, સૌથી ઉંચો રેલ બ્રિજ, વિશ્વની સૌથી લાંબી ટનલ, વિશ્વની સૌથી ઊંચી મોટરેબલ રોડ, વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, એશિયાનો બીજો સૌથી મોટો રેલ રોડ બ્રિજ ભારતમાં છે. તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં જ દિલ્હીમાં દુનિયાનું સૌથી મોટું મ્યુઝિયમ પણ બનવા જઈ રહ્યું છે.

ત્રીજી ટર્મમાં ભારતની અર્થવ્યવસ્થા ટોપ 3માં હશે… આ મોદીની ગેરંટી છે
પીએમ મોદીએ કહ્યું કે ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વની પ્રથમ ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે. આ મોદીની ગેરંટી છે. તેમણે કહ્યું કે 2024 પછી ત્રીજા કાર્યકાળમાં દેશની વિકાસ યાત્રા ઝડપથી વધશે. દેશવાસીઓ તેમની આંખો સમક્ષ તેમના સપના પૂરા થતા જોશે.


Related Posts