ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની રહેવાસી સ્મિતા શ્રીવાસ્તવ ચર્ચામાં છે. તેના લાંબા વાળના કારણે તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. તેણે 32 વર્ષથી પોતાના વાળ કપાવ્યા નથી. સ્મિતાને તેના વાળ ઉગાડવાની પ્રેરણા તેની માતા પાસેથી મળી હતી.
સ્મિતા શ્રીવાસ્તવ હવે 46 વર્ષની થઈ ગઈ છે. 14 વર્ષની ઉંમરથી આજ સુધી તેણે કાતરથી વાળ કાપવા દીધા નથી. છેલ્લા 32 વર્ષમાં સ્મિતાએ પોતાના વાળ એટલા લાંબા કર્યા કે તેનું નામ ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં નોંધાઈ ગયું. રેકોર્ડ બુકમાં તેનું નામ નોંધાયા બાદ તેના ઘરની બહાર ચાહકોની કતાર લાગી ગઈ હતી.
સ્મિતા કહે છે- લાંબા વાળનું કારણ મારી માતા છે, કારણ કે મારી માતાના વાળ લાંબા અને સુંદર હતા. તેને જોઈને નાનપણથી જ મારું સપનું હતું કે મારા વાળ પણ તેના જેવા હોવા જોઈએ. તેમની પાસેથી પ્રેરણા લઈને મેં મારા વાળ ઉગાડવાનું શરૂ કર્યું અને આજે આ માઈલસ્ટોન હાંસલ કર્યો. આ 32 વર્ષમાં વાળની લંબાઈ 7 ફૂટ 9 ઈંચ થઈ ગઈ.
સ્મિતા શ્રીવાસ્તવ પ્રયાગરાજના અલ્લાપુરની રહેવાસી છે. તેણે બિઝનેસમેન સુદેશ શ્રીવાસ્તવ સાથે લગ્ન કર્યા છે. દંપતીને બે પુત્રો છે. સ્મિતાનો મોટો દીકરો અથર્વ નોઈડામાં B.Tech કરી રહ્યો છે અને નાનો દીકરો શાશ્વત સેન્ટ જોસેફ કોલેજમાં 7મા ધોરણમાં અભ્યાસ કરે છે. સ્મિતાના માતા-પિતા જ્ઞાનપુર (ભદોહી)ના રહેવાસી છે. તેની ચાર બહેનો પણ છે, જેણે તેને લાંબા વાળ રાખવાની પ્રેરણા આપી હતી.
સ્મિતાએ એજ્યુકેશનમાં ઈતિહાસમાં એમએ કર્યું છે. તેણીએ તેની માતાના વાળની પ્રશંસા કરી, કારણ કે તેની માતાના વાળ ખૂબ જ સુંદર હતા. આ જ કારણ હતું કે સ્મિતાએ નાનપણથી જ નક્કી કરી લીધું હતું કે તે તેના વાળ તેની માતાની જેમ સુંદર બનાવશે. 14 વર્ષની ઉમરથી વાળ નથી કાપ્યા.
સ્મિતાને તેના લાંબા વાળના કારણે ઘણા એવોર્ડ મળ્યા છે. સ્મીતાને લાબા હેરના કારણે ઘણી વખત એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. સ્મિતાના વાળની લંબાઈ 236.22 સેમી (7 ફૂટ 9 ઈંચ) છે. અગાઉ 2012માં તેમનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયેલું હતું. આ સિવાય તેણીને તેના લાંબા વાળના કારણે પ્રયાગરાજમાં ઘણા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
સ્મિતા શ્રીવાસ્તવના કહેવા પ્રમાણે, તેના લાંબા વાળની માવજતમાં બે કલાકથી વધુ સમય લાગે છે. આ જ કારણ છે કે ખૂબ લાંબા વાળ હોવાને કારણે તે અઠવાડિયામાં માત્ર બે વાર જ વાળ ધોઈ શકે છે. વાળ ધોવામાં અડધા કલાકથી વધુ સમય લાગે છે. હાલમાં ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યા બાદ સ્મિતા ખૂબ જ ખુશ છે. તે કહે છે- હું ક્યારેય મારા વાળ નહી કપાવું મને લાંબા વાળ ખૂબજ ગમે છે.