કેન્દ્ર સરકારે ખેડૂતોને આર્થિક સહાય કરવા માટે PM કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને દર ત્રણ મહિને 2,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. એક વર્ષ દરમિયાન કુલ 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજના દ્વારા અત્યાર સુધીમાં સરકાર દ્વારા કુલ 14 હપ્તા ખેડૂતોને તેના બેંક ખાતામાં આપવામાં આવ્યા છે. હવે ખેડૂતો 15 માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે.
આ 15 માં હપ્તાના 2,000 રૂપિયા થોડા દિવસોમાં જ ખેડૂતોને આપવામાં આવી શકે છે. મીડિયા રીપોર્ટ અનુસાર, ખેડૂતો માટે PM કિસાન સન્માન નિધિનો હપ્તો 12 નવેમ્બરે રિલીઝ કરવામાં આવી શકે છે. પરંતુ સત્તાવાર આ બાબતે કોઈ સમાચાર સામે આવ્યા નથી. તેથી જે ખેડૂતો યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા હોય તેમને ઓફિશિયલ પોર્ટલ પર જઈને યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરવી જોઈએ.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 15 માં હપ્તા માટે ખેડૂતોએ eKYC અપડેટ કરવું જરૂરી છે. જો કોઈ ખેડૂતો આ નહીં કરો તો યોજનાના લાભથી વંચિત રહી શકો છો. આ યોજના દ્વારા દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયાની સહાય ટ્રાન્સફર કરવામાં આવે છે. આ રકમ 2,000 રૂપિયાના ત્રણ સરખા હપ્તામાં ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે.