PM Bharat – પીએમ મોદીના જન્મદિવસ પર શરૂ થઈ રહી છે આ યોજનાઓ

By: nationgujarat
17 Sep, 2023

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 73મો જન્મદિવસ છે. પીએમ મોદીના જન્મદિવસને ખાસ બનાવવા માટે આજે ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી રહી છે. પીએમ મોદીના જન્મદિવસને ખાસ બનાવવા માટે 17 સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર સુધી અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તેમના જન્મદિવસ પર પીએમ મોદી વિશ્વકર્મા યોજનાની શરૂઆત કરાવી અને દિલ્હીના દ્વારકામાં નવા બનેલા કન્વેન્શન સેન્ટર ‘યશોભૂમિ’નું ઉદ્ઘાટન પણ કર્યુ. પીએમ મોદીના જન્મદિવસને ખાસ બનાવવા માટે ભાજપ દ્વારા એક વિશેષ અભિયાન પણ ચલાવવામાં આવશે.

પીએમ મોદીના જન્મદિવસ પર આજથી આરોગ્ય મંત્રાલય દ્વારા સેવા પખવાડા પણ શરૂ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન દેશના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવશે. મફત સારવાર માટે આયુષ્માન કાર્ડ બનાવવામાં આવશે. આ સાથે આયુષ્માન સભાનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં સરકારના મંત્રીઓ કે બીજેપીના નેતાઓ લોકોને યોજનાઓની જાણકારી આપશે. આ સાથે આયુષ્માન ગામો પણ જાહેર કરવામાં આવશે.

આયુષ્માન આપકે દ્વાર યોજના શરૂ થઈ રહી છે

આયુષ્માન આપકે દ્વાર યોજના પણ આજથી શરૂ થશે. આ સમય દરમિયાન, તે લોકો માટે આયુષ્માન કાર્ડ બનાવવામાં આવશે જેઓ કોઈ કારણસર આ યોજનાનો લાભ મેળવી શક્યા નથી. દેશના અલગ-અલગ ભાગો અને જિલ્લાઓમાં આયોજિત થનારા આયુષ્માન મેળામાં દર્દીઓનું ફ્રી સ્ક્રીનિંગ થઈ શકશે અને આ દરમિયાન બીપી અને સુગરની પણ તપાસ કરવામાં આવશે.

દેશની તમામ ગ્રામ પંચાયતો અને વોર્ડમાં આયુષ્માન સભાનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન લોકોને સ્વાસ્થ્ય સંબંધિત માહિતી, આયુષ્માન કાર્ડનો ઉપયોગ, આભા હેલ્થ કાર્ડ, સિકલ સેલ એનિમિયા વગેરે વિશે જણાવવામાં આવશે. સરકાર તરફથી આ માટેની તૈયારીઓ ઘણા સમયથી ચાલી રહી હતી.

PMએ 2018માં આયુષ્માન ભારત યોજના શરૂ કરી હતી

વાસ્તવમાં આયુષ્માન યોજનાને પીએમ મોદીની ડ્રીમ સ્કીમ પણ કહેવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 1 એપ્રિલ 2018ના રોજ શરૂ કરી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના ગરીબ અને વંચિત વર્ગને વધુ સારી સારવાર આપવાનો છે. આ યોજના મુજબ દેશના દરેક ગરીબ પરિવારને સરકાર દ્વારા દર વર્ષે 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવે છે. ઘણા જૂના અને ગંભીર રોગો પણ આમાં આવરી લેવામાં આવ્યા છે.


Related Posts

Load more