ચા કરતા કીટલી ગરમ: ભાજપના નેતાના ડ્રાઈવરની હિંમત તો જુઓ! રસ્તા પર બોર્ડ નડતા ઉખેડી ફેંકી દીધું

By: Nation Gujarat Team
03 Jan, 2026

રાજકોટમાં એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પાસે કારને પાર્ક કરવા માટે એક શખ્સે કોર્પોરેશનનું બોર્ડ ઉખાડી નાંખવાની ઘટના બની હતી. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ થયો હતો. વીડિયો વાયરલ થતાં લોકોએ સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે પાર્કિંગ બોર્ડ હટાવનાર EX MLA લખેલી મર્સિડીઝ કાર પૂર્વ નાણાંમંત્રી વજુભાઈ વાળાની હોવાનું સામે આવ્યું છે.

કાર પર  MLA GUJARAT લખાયું હતું 
રાજકોટનાએથ્લેટિક્સ ગ્રાઉન્ડ પાસે ગત રાત્રિએ MLA GUJARAT લખેલી મર્સિડીઝ કાર પાર્ક કરવા એક શખ્સે કોર્પોરેશનનું બોર્ડ ઉખેડી નાખ્યું હતું. પોતાની ગાડી પાર્ક કરવા માટે બોર્ડ નડતું હોઈ એ માટે તેના સ્ટેટ્સને શોભે નહીં તેવું કૃત્ય કર્યું હતું. વીડિયોમાં જોવા મળ્યું કે, મર્સિડીઝ કારમાંથી શખ્સ પહેલા નીચે ઉતરે છે, આજુબાજુ જુએ છે અને બાદમાં બોર્ડને જડમૂળમાંથી ઉખેડવાનો પ્રયત્ન પણ કરે છે. વીડિયો વાયરલ થતા લોકોએ સવાલ ઉઠાવી રહ્યા છે કે મર્સિડીઝ કારમાં આવેલ આ વ્યક્તિની આ તે કેવી માનસિકતા !

વજુભાઈ વાળાએ ડ્રાઈવરને ઠપક આપ્યો 
ત્યારે મર્સિડીઝ કારના ચાલકે સાઈન બોર્ડ હટાવવાનો મુદ્દો રાજકોટમાં ટોકિંગ પોઈન્ટ બન્યો હતો. આખરે EX MLA લખેલી મર્સિડીઝ કાર પૂર્વ નાણાંમંત્રી વજુભાઈ વાળાની હોવાનું સામે આવ્યું છે. વજુભાઇ વાળા એથ્લેન્ટિક ગ્રાઉન્ડમાં વોકિંગ કરવા આવ્યા હતા. ડ્રાઇવર કાર રિવર્સ લેવા જતા સાઈન બોર્ડ સાથે અથડાઈ હતી. સાઈન બોર્ડ પાર્કિંગમાં નડતું હોવા છતાં ડ્રાઈવરે ગાડી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વિવાદ થયા બાદ વજુભાઇ વાળાએ ડ્રાઇવરને ઠપકો પણ આપ્યો.

EX MLA GUJARAT લખેલી કાર માંથી નીચે ઉતરેલા વ્યક્તિ આવું કરે તો સામાન્ય જનતા ને શું સમજવાનું ?
રાજકોટની આ ઘટના એક સ્થાનિકે પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. વીડિયો ઉતારનાર પરેશ જોશીએ મીડિયા સમક્ષ આવીને કહ્યું કે, ગઈકાલે સાંજે હું વોકિંગ કરતો હતો ત્યારે આ ઘટના બની હતી. મર્સિડીઝ કાર પાર્કિંગ કરતા સામે રિવર્સ લેતા બોર્ડ સાથે અથડાઈ હતી. કારમાંથી એક વ્યક્તિ નીચે ઉતરીને બોર્ડને મૂળમાંથી ઉખેડવા લાગ્યો હતો. આ ઘટનાનો વીડિયો મેં ઉતાર્યો જેથી લોકોને પણ ખ્યાલ આવે કે EX MLA GUJARAT લખેલી કાર માંથી નીચે ઉતરેલા વ્યક્તિ આવું કરે તો સામાન્ય જનતા ને શું સમજવાનું ? સરકારી પ્રોપર્ટીને નુકશાન થતું હતું માટે વીડિયો બનાવ્યો હતો. આ વ્યક્તિ વિરુદ્ધ નિયમ મુજબ સખ્ત કાર્યવાહી થવી જોઈએ.


Related Posts

Load more