જૂની સંસદને સંવિધાન સદનના નામે ઓળખવામાં આવે – PM MODI

By: nationgujarat
19 Sep, 2023

નવી સંસદ ભવન તરફ જતા પહેલા જૂની સંસદના સેન્ટ્રલ હોલમાં વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જૂની સંસદના સેન્ટ્રલ હોલમાં PM મોદીનું સંબોધન કરી રહ્યા છે. મોદીએ કહ્યું- આજથી નવી સંસદમાં શ્રીગણેશ કરી રહ્યા છીએ. PM મોદીએ સૌને ગણેશ ચતુર્થીની શુભકામના પાઠવી હતી.

પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત ગણેશ ચતુર્થીની શુભકામનાઓ સાથે કરી હતી. તેમણે કહ્યું કે આપણે નવા સંસદભવનમાં નવા ભવિષ્યના શ્રી ગણેશ કરવા જઈ રહ્યા છીએ. આજે, વિકસિત ભારતના સંકલ્પને પુનરાવર્તિત કરીને ફરી એકવાર સંકલ્પબદ્ધ થઈને તેને પૂર્ણ કરવાના ઈરાદા સાથે નવી સંસદ તરફ આગળ વધી રહ્યા છીએ. એક રીતે આ ભવન અને આ સેન્ટ્રલ હોલ પણ આપણી લાગણીઓથી ભરેલો છે.

મોદીના સંબોધનના અંશ

  • આજે નવા સંસદમાં સૌ સાથે મળી ભવિષ્યના શ્રી ગણેશ કરવા જઇ રહ્યા છીએ
  • આજે અંહી વિકસીત ભારતનો સંકલ્પ અપવાનવો, ફરી એક વખત સંકલ્પ કરીએ અને તેને પરિપુર્ણ કરવા મક્કમતાથી કામ કરવા નવા ભવન તરફ પ્રસ્થાન કરીએ
  • જૂનુ ભવન આપણી ભાવનોઓથી ભરેલ છે.. આપણને ભાવુક કરે છે અને કર્તવ્ય માટે પ્રેરિત કરે છે.
  • જૂના ભવનમાં સંવિધાને બન્યુ છે, 1947 માં અગ્રેજોની સરકાર સત્તા હસ્તરણ કર્યુ તેની સાક્ષી આ સેન્ટ્રલ હોલ છે. આ જ સેન્ટ્રલ હોલમાં ભારતના તીરંગાને અપાવામાં આવ્યો, આપણા રાષ્ટ્રગીતને સ્વીકારવામાં આવ્યુ.
  • 1952 પછી દુનિયાના અંદાજે 41 રાષ્ટ્રઅધ્યક્ષોએ આ સેન્ટ્રલ હોલમાં સંસદસભ્યોશ્રીઓને સંબોધીત કર્યા છે.
  • રાષ્ટ્રપતિ મહોદય દ્વારા 86 વખત અંહી સંબોધન કરવામાં આવ્યું છે.
  • ધણા કાયદાઓ અને સંશોધન અને સુધારાનો ભાગ રહ્યુ છે
  • અત્યાર સુઘી લોકસભા અને રાજયસભામાં મળીને અંદાજે 4 હજાર થી વઘારે કાયદા પસાર કરવામાં આવ્યા છે.
  • બેંકિગ સર્વિસ કમિશન બીલ , આંતકથી લડવા માટે કાયદ, ત્રીપલ તલાક નો કાયદો, ટ્રાન્સ જેન્ડરને ન્યાય આપવા કાયાદો બનાવ્યો, દિવ્યાંગ માટે કાયદા લાવવામાં આવ્યા,આર્ટીકલ 370 દુર કરવામાં આવી,
  • જમ્મુ કાશ્મિરમાં આ જ સંદનમાં તૈયાર થયેલ સંવિધાન આપણા પુર્વજોએ આપેલ મહામુલ્ય દસ્તાવેજ જમ્મુ કાશ્મિરમાં લાગુ કર્યો.
  • આજે જમ્મુ- કાશ્મિર શાંતિ અને વિકાસના પંથ પર નવી ઉમંગ અને ઉત્સાહ સાથે આગળ વધી રહ્યુ છે.
  • લાલ કિલ્લા પરથી કહ્યુ હતું કે આજ સમય છે, આજ સાચો સમય છે, દરેક ઘટનાઓ એ વાતનો પુરવો આપે છે કે આજે ભારત નવી ચેતના સાથે પુર્ન જાગૃત થઇ રહ્યુ છે.
  • ભારતનું બેન્કિંગ સેકટર મજબૂતીથી દુનિયામાં સકારાત્મક ચર્ચાનું કેન્દ્ર બની રહ્યુ છે.
  • ભારતનું ગવર્નન્સનું મોડલ યુપીઆઇ, ડિજિટલ સ્ટેક , ટેકનોલોજીની દુનિયામાં ભારતના યુવાનો આગળ વધી રહ્યા છે.
  • ભારત દુનિયાની ટોપ 3 અર્થવ્યવસ્થા બનીને રહેશે.
  • ભારતે હવે મોટા કેનવાસ પર કામ કરવું જ પડશે.
  • આત્મનિર્ભર ભારત ના લક્ષ્યને પરિપુર્ણ કરવા દરેક વ્યકિતીએ પ્રયાસ કરવો જોઇએ
  • સમયની માંગ છે કે આત્મનિર્ભર ભારતના સંકલ્પને પુર્ણ કરવા સખત પરિશ્રમ કરવો જોઇએ
  • આપણે હવે મેન્યુફેકચરિગની દિશામાં સર્વશ્રેષ્ઠ પગલા લેવા જ જોઇશે
  • દુનિયામાં આપણી બનાવેલ પ્રોડકટ સૌથી સારી હોય તે દિશામાં ઉત્પાદકો કામ કરે
  • આપણી યુનિવર્સિટી દુનિયાના ટોપમાં આવે તે રીતે પ્રયાસ થાય
  • નાલંદા યુનિવર્સિટીથી દેશ ની યુનિવર્સિટી પ્રેરણા લે
  • આજના યુવાનો રમત જગતમાં દેશની ઓળખ બનાવી રહ્યા છે
  • દરેક રમતમાં આપણો તિરંગો લહેરાવો જોઇએ
  • ક્વોલિટીમાં ફોકસ કરવામાં આવે
  • જે દેશ પાસે યુવા શક્તિ હોય ત્યારે આપણે તેની શક્તિ સાહસ પર વિશ્વાસ કરવો જોઇએ ભારતનો યુવાન અંગ્રમ સ્થાન પર દેખાવો જોઇએ
  • આજે દુનિયાને સ્કીલ મેનપાવરની જરૂર છે દેશ આ જરૂરીયાત પુરી કરી શકે તેમ છે અને કેવી સ્કીલની જરૂર છે તેનું મેપીંગ કરી સ્કીલ ડેવલોપમેન્ટ કરવામાં આવશે
  • નવા સંસદ ભવનમાં જઇએ છીએ ત્યારે જૂના સંસદભવનની ગરીમાં ક્યારેય ઓછી ન થવી જોઇએ
  • જૂની સંસદને સંવિધાન સદનના નામે ઓળખવામાં આવે

અધીર રંજન ચૌધરીએ કહ્યું- મજબૂત અર્થવ્યવસ્થા હોવા છતાં આપણી GDP વિકસિત દેશો કરતા પાછળ છે
અધીર રંજન ચૌધરીએ કહ્યું કે આજે આપણે એક ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. બ્રિટિશ શાસનથી લઈને આપણી આઝાદી સુધી, આપણે આ સંસદની અદ્ભુત ક્ષણોનો અનુભવ કર્યો છે. બાબા સાહેબ આંબેડકરે આપણને 395 આર્ટિકલ આપી છે. 2047 સુધીમાં આપણે આર્થિક બાબતોની સાથે સાથે શિક્ષણ અને અન્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

અધીર રંજન ચૌધરીએ વધુમાં કહ્યું કે ભારતની યુવા વસ્તીને દેશના આર્થિક વિકાસ અને વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે સક્ષમ બનાવવું જરૂરી છે. ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવા છતાં, આપણી પ્રતિ વ્યક્તિ જીડીપી વિકસિત દેશો કરતાં ઘણી પાછળ છે. આ આર્થિક વૃદ્ધિના પડકારને પહોંચી વળવા માટે, વિકાસ સમર્થક સરકારી નીતિઓમાં નીચા ફુગાવાને પ્રોત્સાહન આપવું, વ્યાજ દરો ઘટાડવા, બેરોજગારી ઘટાડવી, કુશળ કાર્યબળને પ્રોત્સાહન આપવું, ખરીદ શક્તિ વધારવી, માંગને પ્રોત્સાહિત કરવી અને આરોગ્ય સેવા અને શિક્ષણ ક્ષેત્રને વિસ્તૃત કરવાની જરૂર છે.


Related Posts

Load more