બનાસકાંઠાના પાલનપુર શહેરમાં માત્ર પાંચ દુકાનોમાં ચાલતી કંપનીનો આઇપીઓ 738 ગણો સબસ્ક્રાઈબ કરવામાં આવ્યો છે. ચામુંડા ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ નામની આ કંપનીએ આઇપીઓથી માર્કેટ પાસેથી 14 કરોડ રૂપિયા એકત્ર કરવાની અપેક્ષા રાખી હતી. જો કે આઇપીઓ અનેકગણો છલકાતા હવે 14 કરોડ નહીં પણ 7100 કરોડ રૂપિયા માર્કેટમાંથી મળ્યા છે.
આ કંપનીના સ્થાપક 75 વર્ષના એન.કે. રાઠોડ. તેઓ જેટકો કંપનીના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ છે. 2008માં આ કંપનીમાંથી નિવૃત્ત થયા બાદ તેમણે 2013માં ચામુંડા ઇલેક્ટ્રિકલ્સની સ્થાપના કરી હતી. હાલમાં ચામુંડા ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડમાં 800 કર્મચારીઓ કામ કરે છે. એન કે રાઠોડને બે પુત્રો છે, જેમાંથી એક પાલનપુરમાં તેમની કંપનીમાં કામ કરે છે જ્યારે બીજો ટાઉન પ્લાનર તરીકે કામ કરે છે.જેટકો કંપનીના અધિકારીએ નિવૃત્તિ બાદ 2013માં કંપની શરૂ કરી હતી, હાલમાં 800 કર્મચારીઓ ત્યાં કામ કરે છે. પાલનપુર સ્થિત કંપની ચામુંડા ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડનો IPO 738 ગણો સબ્સક્રાઈબ થયો છે. કંપની હવે બીજી સૌથી મોટી લેબ બનાવવાની તૈયારી કરી રહી છે.
એન.કે. રાઠોડે જણાવ્યું હતું કે હાલમાં 4 મેગાવોટનો સોલાર પ્લાન્ટ કાર્યરત છે અને બીજા 10 મેગાવોટના સોલાર પ્લાન્ટની તૈયારીઓ કરવામાં આવી છે. પાવર સેક્ટરમાં હજુ ઘણું કામ કરવાનું બાકી છે. આ માટે ગુજરાતમાં બીજી સૌથી મોટી લેબ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. અમને માત્ર 14.60 કરોડ રૂપિયાની જરૂર હતી, પરંતુ 7100 કરોડ રૂપિયા આવ્યા, જે કંપની પ્રત્યે લોકોનો પ્રેમ અને વિશ્વાસ દર્શાવે છે.
નિવૃત્તિ પછી કારકિર્દીની શરૂઆત
પાલનપુરમાં 5 દુકાનોમાં કંપનીના માલિકો અને વહીવટી સ્ટાફ છે. કંપનીના સ્થાપક એન. કે.રાઠોડે જણાવ્યું કે મેં 2008 સુધી અન્ય કંપનીમાં કામ કર્યું. નિવૃત્તિના પાંચ વર્ષ બાદ 2013માં તેમણે ચામુંડા ઈલેક્ટ્રીકલ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની શરૂ કરી તે પછી જેટકો સબસ્ટેશનનું પાલનપુરથી સેલવાસ સુધીનું મેઈન્ટેનન્સનું કામ શરૂ કર્યું.