અધિકમાં આવશે પદ્મિની એકાદશી, અહીં જાણો તારીખ અને શુભ મુહૂર્ત

By: nationgujarat
22 Jul, 2023

હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ જ મહત્વ છે. દર વર્ષે કુલ 24 એકાદશી આવતી હોય છે. આ રીતે દર મહિને બે એકાદશી આવે છે. એક એકાદશી કૃષ્ણ પક્ષની કહેવાય છે, તો બીજી એકાદશી શુક્લ પક્ષની ગણવામાં આવે છે. ગત એકાદશી કૃષ્ણ પક્ષની એકાદશી હતી, આ એકાદશી તારીખ 12 જુલાઇના રોજ હતી અને હવે જુલાઈ મહિનાની બીજી એકાદશી શુક્લ પક્ષની રહેશે, જે 28 જુલાઇના રોજ હશે.

હિન્દુ પંચાંગ મુજબ, શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તારીખ 28ના રોજ હશે. આ એકાદશી બપોરે 2:51 કલાકે શરૂ થશે અને 29 જુલાઈના રોજ બપોરે 1:05 મિનિટે પૂર્ણ થશે.

ઉદય તિથિ મુજબ, તારીખ 29ના રોજ આવનારી એકાદશીએ જ પદ્મિની એકાદશીનું વ્રત કરવામાં આવે છે. ચાલુ વર્ષે અધિક માસ હોવાના કારણે પદ્મિની એકાદશીનું વ્રત મલમાસમાં રહેશે. તમે પદ્મિની એકાદશીનું વ્રત તારીખ 29 જુલાઈના રોજ રાખી શકો છો.

પદ્મિની એકાદશી વ્રતના પારણા  

પદ્મિની એકાદશી વ્રત 29 જુલાઈના રોજ છે. જેથી 30 જુલાઈના રોજ બારશ પર સવારે 5:41 કલાકથી લઈને 8: 24 કલાક સુધીમાં પારણા કરી શકાશે.

પદ્મિની એકાદશીએ કઈ રીતે કરવી પૂજા?  

પદ્મિની એકાદશી પવિત્ર દિવસ માનવામાં આવે છે. આ દિવસે વહેલી સવારે ઊઠીને સ્નાન કરવામાં આવે છે. ત્યારબાદ સૂર્યદેવને જળ ચઢાવવામાં આવે છે. સૂર્યદેવને જળ અર્પણ કર્યા બાદ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. ત્યારબાદ ફૂલ, ધૂપ, દીપક, અક્ષત અને ચંદન સહિતની વસ્તુઓથી ભગવાનની પૂજા થાય છે. ભગવાનની પૂજા કરતી વખતે વિષ્ણુ ચાલીસા અને આરતીનું ખાસ મહત્વ છે. આ દિવસે ઉપવાસ રાખવામાં આવે છે. ત્યારબાદ બીજા દિવસે પારણા કરવામાં આવે છે.


Related Posts

Load more