સોમનાથ- ઘેરબેઠાં 21 રૂપિયામાં ઓનલાઇન પૂજા કરો ને પોસ્ટમાં પ્રસાદ મેળવો

By: nationgujarat
17 Aug, 2023

આજથી શિવભક્તિનો મહાઉત્સવ એવા પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ થવા જઇ રહ્યો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણ માસમાં માનવ મહેરામણ ઉમટશે. દેશ વિદેશથી સોમનાથ મહાદેવના દર્શને લાખો શ્રદ્ધાળુઓ પહોંચવાના છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીઓ માટે બહુસ્તરીય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. જેમાં રહેવા, જમવા, પાર્કિંગ, પૂજા, મંત્રજાપની સુવિધાઓથી લઈ ઓનલાઇન દર્શન અને પૂજા તેમજ પ્રસાદની વ્યવસ્થા, સિનિયર સિટીઝન અને દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ સહિતની અનેકવિધ સુવિધાઓમાં શ્રાવણ માસમાં વિશેષ વધારો કરવામાં આવ્યો છે.

ટ્રાફિક અને પાર્કિંગ મેનેજમેન્ટ
સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, શંખ સર્કલથી સોમનાથ આવતા માર્ગને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા હેઠળ વન વે કરવામાં આવ્યો છે. આવનાર વાહનો પાર્કિગમાંથી પાછળના ભાગે સદભાવના ગ્રાઉન્ડ તરફના માર્ગ પરથી બહાર નીકળશે. પાર્કિંગમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રી કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. જ્યાંથી લોકોને સૂચનાઓ તેમજ મંદિર સુધી જવા માટે નિ:શુલ્ક વાહન વ્યવસ્થા કરી આપવામાં આવશે.મોબાઇલ, જૂતાંઘર અને હેલ્પ ડેસ્કની વ્યવસ્થા
સોમનાથ મંદિરની બહાર સ્વાગત કક્ષ હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યું છે જે યાત્રીઓને કોઈપણ મદદ માટે માર્ગદર્શન પૂરું પાડશે. વૃદ્ઘો અને દિવ્યંગો માટે વ્હીલ ચેર પણ પૂરી પાડવામાં આવશે. તેમજ અહીંથી સિનિયર સિટીઝન અને દિવ્યાંગ માટે ગોલ્ફ કાર્ટની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવશે. પ્રવેશ વ્યવસ્થાએ રીતે રાખવામાં આવી છે જેમાં યાત્રીઓને પ્રથમ પોતાનો સામાન કલોક રૂમમાં જમા કરાવી દર્શનની લાઈનમાં જવાનું રહેશે. તેમજ આ લાઈનમાં જ નિ:શુલ્ક જૂતાંઘર વ્યવસ્થા પણ છે. મોટી સંખ્યામાં યાત્રીઓ ઉમટવાનો અંદાજ હોય વધુ માત્રામાં પ્રસાદી અને પૂજાવિધિ કાઉન્ટર ઊભા કરાયા છે. નિશુલ્ક ભોજનાલયની કેપેસિટીમાં વધારો કરવામાં આવ્યો છે.મોબાઇલ, જૂતાંઘર અને હેલ્પ ડેસ્કની વ્યવસ્થા
સોમનાથ મંદિરની બહાર સ્વાગત કક્ષ હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યું છે જે યાત્રીઓને કોઈપણ મદદ માટે માર્ગદર્શન પૂરું પાડશે. વૃદ્ઘો અને દિવ્યંગો માટે વ્હીલ ચેર પણ પૂરી પાડવામાં આવશે. તેમજ અહીંથી સિનિયર સિટીઝન અને દિવ્યાંગ માટે ગોલ્ફ કાર્ટની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવશે. પ્રવેશ વ્યવસ્થાએ રીતે રાખવામાં આવી છે જેમાં યાત્રીઓને પ્રથમ પોતાનો સામાન કલોક રૂમમાં જમા કરાવી દર્શનની લાઈનમાં જવાનું રહેશે. તેમજ આ લાઈનમાં જ નિ:શુલ્ક જૂતાંઘર વ્યવસ્થા પણ છે. મોટી સંખ્યામાં યાત્રીઓ ઉમટવાનો અંદાજ હોય વધુ માત્રામાં પ્રસાદી અને પૂજાવિધિ કાઉન્ટર ઊભા કરાયા છે. નિશુલ્ક ભોજનાલયની કેપેસિટીમાં વધારો કરવામાં આવ્યો છે.


Related Posts

Load more