‘OMG 2’ નું ટીઝર થયું રિલીઝ

By: nationgujarat
11 Jul, 2023

બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે ઘણા એવા પાત્રો ભજવ્યા છે, જેને લોકો વર્ષો સુધી ભૂલી શકાય એમ નથી અને આવું જ એક પાત્ર તેની ફિલ્મ OMG એટલે કે ‘ઓહ માય ગોડ’માં ભજવ્યું હતું. ફિલ્મમાં તેઓ ભગવાન કૃષ્ણના પાત્રમાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મે એવા લોકોને ચૂપ કરી દીધા જેઓ માને છે કે ભગવાન નથી. હવે 11 વર્ષ પછી આ ફિલ્મ ની સિક્વલ ‘OMG 2’ રિલીઝ થવા જઈ રહી છે. અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમની ફિલ્મ ‘OMG 2’નું મોસ્ટ અવેટેડ ટીઝર રિલીઝ કર્યું છે. જેમાં અક્ષય કુમાર ભગવાન શિવના રૂપમાં જોવા મળે છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર લાંબા વાળ અને કપાળ પર ભસ્મ સાથે ભગવાન શિવના રૂપમાં જોવા મળે છે. પંકજ ત્રિપાઠીનો જબરદસ્ત રોલ પણ જોવા મળશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ સુપરહિટ ફિલ્મ ‘OMG’ની સિક્વલ છે. જેમાં પરેશ રાવલે અભિનય કર્યો હતો.

રખ વિશ્વાસ તુ હૈ શિવ કા દાસ ‘
ટીઝરની શરૂઆત પંકજ ત્રિપાઠીના વોઈસ ઓવરથી થાય છે. જેઓ આસ્તિક અને નાસ્તિકની વાદવિવાદથી દૂર પ્રભુના મહિમા પર વાત કરી રહ્યા છે. તે કહે છે કે તકલીફમાં કરેલ હાકલ સાંભળીને ભગવાન મદદ કરવા આવે છે, પછી તે નાસ્તિક કાનજીભાઈ મહેતા હોય કે આસ્તિક કાંતિ શરણ મુદગલ હોય. તો આ વખતે વાર્તા કાંતિ શરણ મુદગલની હશે.

અક્ષયે જણાવ્યું કે ફિલ્મ ક્યારે આવશે
ઈન્સ્ટાગ્રામ પર ટીઝર વીડિયો શેર કરતા અક્ષયે કેપ્શનમાં લખ્યું, ‘રખ વિશ્વાસ’. તેણે જણાવ્યું કે આ ફિલ્મ 11 ઓગસ્ટ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ટીઝર જોઇને તમે પણ કહેશો ‘હર હર મહાદેવ’
આ ટીઝરથી અક્ષય કુમારે ફરી એકવાર તેના ચાહકોને ચોંકાવી દીધા છે. આ સાથે જ ટીઝરમાં પંકજ ત્રિપાઠીની જોરદાર એક્ટિંગની ઝલક પણ જોવા મળી છે. ટીઝરના બેકગ્રાઉન્ડમાં ‘હર હર મહાદેવ’ ના નારા ગુંજવાનો અવાજ સંભળાય છે. જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

જણાવી દઈએ કે ‘OMG 2’ 2012માં આવેલી ફિલ્મ ‘OMG’ની સિક્વલ છે, જેમાં પરેશ રાવલે ભગવાન વિરુદ્ધ કેસ કર્યો હતો અને અક્ષય કુમારે ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. ‘OMG 2’ અક્ષયની કેપ ઓફ ગુડ ફિલ્મ્સ અને ‘વાયાકોમ18’ સ્ટુડિયો દ્વારા સહ-નિર્માણ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, સિક્વલમાં નવા અને જૂના કલાકારોનું મિશ્રણ જોવા મળશે. આ ફિલ્મમાં યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી પણ છે.

અરુણ ગોવિલ શ્રીરામનું પાત્ર ભજવશે
તમને જણાવી દઈએ કે, અરુણ ગોવિલ ‘OMG 2’માં ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે, જેણે રામાનંદ સાગરની રામાયણમાં પણ ભગવાન રામની ભૂમિકા ભજવી હતી. ખાસ વાત એ છે કે ‘OMG 2’ 11 ઓગસ્ટે સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ સાથે ટકરાશે.


Related Posts

Load more